સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Sunday, May 9, 2010

માતૃત્વની કેડીએ - એક વર્ષ પૂર્ણ કરે છે... હેપ્પી મધર્સ ડે....


મિત્રો

યોગાનુ યોગ છે કે મધર્સ ડે પર ચાલુ થયેલ સંગાથ આજે એક વર્ષ પૂર્ણ કરે છે. ગુજરાતી ભાષામાં માતૃત્વ અને નવજાત શિશુ લક્ષી સંપૂર્ણ વૈજ્ઞાનિક મેડીકલ જાણકારી આપતો  કદાચ આ સર્વ પ્રથમપ્રથમ બ્લોગ છે. આ એક વર્ષમાં ગુજરાતી બ્લોગ જગત વિશે ઘણુ નિકટ દર્શન થયુ. બ્લોગ અને બ્લોગરો વિશે થોડો માહિતગાર થયો. જો એક વર્ષનું સરવૈયુ નિષ્પક્ષ રીતે કરુ તો

1. બ્લોગીંગ ઘણુ અઘરુ અને ખાસ કરીને જયારે પોતાની જ રચના મૂકવાની હોય ત્યારે ખૂબ સમય માંગતુ છે.      

2.  વૈજ્ઞાનિક રીતે સાચુ લખવા માટે ખૂબ મહેનત પડે છે અને દરેક વાક્ય પાછળના પૂરાવા(રેફરન્સ) હોવા
     જરુરી છે. સનસનાટી નહિ પણ સત્ય લખવુ ખૂબ જરુરી છે.

3. અનુભવ ઘડે છે અને બ્લોગીંગ તથા રજૂઆત વધુ સારી કરવા માટે સતત બ્લોગીંગના ટેકનીકલ પાસા
    જાણવા પડે છે. ટેકનીકલ એક્સ્પર્ટ મિત્રો ઘણા ઉપયોગી સાબીત થાય છે.

4. વિવિધ બ્લોગર ગ્રુપો પોત પોતાની મનસૂફી પ્રમાણે ચાલે છે પણ આમાં મોડરેટર નો રોલ અતિ મહત્વનો
    છે.

5. બ્લોગ પર કોમેંટ મળવી કે ન મળવી એ લેખની ગુણવત્તા વત્તા બીજા અનેક પાસા જેમકે બ્લોગ વાચકો નો
    રસ - પસંદગી વિ. પર આધારીત છે. અહિં કદાચ લેખકે કર્મણ્યે વાધિકારસ્તે .... યાદ કરીને લખવુ પડે
    કારણકે વાચકને ફાયદો થાય કે ન થાય તમારુ આ વિષય પરનુ જ્ઞાન વધુ ઉત્કૃષ્ટ બને છે.

6. મને મળેલા આંકડાઓ -
    કુલ આવેલા વાચકો - 11186
    કુલ વંચાયેલા પેજ (ક્લિકસ)- 17266
   કદાચ આ અન્ય બ્લોગર મિત્રો કરતા ક્યાંય ઓછા છે. પણ મને મળેલ આપનો પ્રેમ અદભૂત રહેલ છે.

વિનંતી
1. કૃપા કરી  આ બ્લોગ વિશે આપના સૂચનો નીચેના ફોર્મ માં આપશો.



. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

3 comments:

  1. Best blog with less visiters

    ReplyDelete
  2. ડૉક્ટર મૌલિકભાઈ,

    એક વર્ષ પૂર્ણ કરવા બદલ હાર્દિક અભિનંદન. ૧૯મી તારીખે મારો દિકરો ૯ મહિનાનો થવાનો છે અને આ એક વર્ષમાં આપના બ્લૉગ પરથી મળેલી માહિતીનો મને અને મારી પત્નીને ઘણો ઉપયોગ થયેલો જ છે. આપના બ્લૉગકર્મનું મૂલ્ય નંબર ઓફ હિટ્સ પરથી કે નંબર ઓફ કમેન્ટ્સ પરથી નહીં, પણ કેટલા બાળકોના જીવનને આપ સ્પર્શી શક્યા એના પરથી કાઢશો એવી વિનંતી. એમાં એક તો મારો દિકરો છે જ અને મને આશા છે કે ઘણા અન્ય એવાય હશે જે વાંચતા હશે પણ કમેન્ટ્સ મુકતાં નથી.

    મને નથી લાગતું કે આટલી સરસ માહિતી ગુજરાતીમાં ઈન્ટરનેટ પર ક્યાંય ઉપલબ્ધ હોય. આ સરસ કાર્ય ચાલુ જ રહે એવી શુભેચ્છા સહ!

    હેમંત

    ReplyDelete

આપના પ્રતિભાવ બદલ આભાર ...