સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Wednesday, May 5, 2010

પ્રિમેચ્યોર શિશુઓની સંજીવની - કાંગારુ મધર કેર... વિડીયો પોસ્ટ

                                                                 મિત્રો

વિશ્વભરના નવજાત શિશુઓમાં ખાસ કરીને અધૂરા મહિને જન્મેલા કે ઓછા વજનના શિશુઓનું મૃત્યુનું મુખ્ય કારણ જન્મ પછી ગર્ભાશય જેવી હુંફ ન મળવાનું છે. આ માટે મશીનો તો ઉપલબ્ધ છે જ પણ એનાથી પણ વધુ અસરકારક અને સરળ પધ્ધતિ કે જેમાં માત્ર માનવીય સ્પર્શ અને માતૃત્વનો આનંદ સમાયેલો છે એ છે કાંગારુ માતૃ સુરક્ષા પધ્ધતિ. શ્રી નેથાલી ચર્પક આ પધ્ધતિના પ્રણેતા ગણાય છે અને છેલ્લા ઘણા વર્ષોથી આ પધ્ધતિ ના ઉપયોગ થી અનેક શિશુઓ હસતા રમતા ઘેર પહોંચી ગયા છે.


 અહિં એક દાદીમા એમના પોત્ર/ પોત્રી ને કાંગારુ માતૃ સુરક્ષા આપી રહ્યા છે .


આ સંદર્ભે પ્રસ્તુત છે મારુ જ એક પ્રેઝેંટેશન જે નીચે છે.

KMC GUJARATI


હવે માણૉ આ સંદર્ભે એક ઉપયોગી વિડીયો .... ગુજરાતીમાં

મિત્રો આ સાથે અમારા વોર્ડમાં દાખલ થયેલ એક પ્રિમેચ્યોર શિશુની માતાનો ઈંટરવ્યુ કે જે એકદમ અભણ અને ગામડાના હોવા છતા કેવી રીતે કાંગારુ મધર કેર કરે છે. આ માતા લગભગ એક માસ હોસ્પીટલ માં રહી અને તેના શિશુને ખૂબ સુંદર રીતે સંભાળ રાખી... અને શિશુનું વજન વધી ગયા બાદ ઘેર રજા થયે લઈ ગયા.આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો
.

 - ડો.મૌલિક શાહ

 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

2 comments:

  1. ડો.સાહેબ
    આ કાંગારું પધ્ધતિ જાણી આશ્ચર્ય સાથે આનંદ પણ થયો.બ્લોગ જગત પર આ માહિતી નો ભંડાર મૂકી આપ ખુબ સરસ સેવા નું કામ કરી રહ્યા છો.માટે તો હું આ બ્લોગ ને સર્વ શ્રેષ્ઠ બ્લોગ કહું છું.ધન્યવાદ!!

    ReplyDelete
  2. very true..and eक्ष्cellent...
    thanks a lot..

    ReplyDelete

આપના પ્રતિભાવ બદલ આભાર ...