સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Friday, September 18, 2009

નવરાત્રી-લવ રાત્રી- તેરે સંગ...!

(image courtesy- flickr photo-by deepu)

નવરાત્રી આવે એટલે અખબારો- ચેનલો વિ. અમુક નિયત કાગારોળ ચલાવે. જેમકે...

1. હવે નવરાત્રી એ તો લવ-રાત્રી થઈ ગઈ છે.
2. જો જો મદહોશીમાં હોશ ન ખોવાય...
3. નવરાત્રી પછી વધતો એબોર્શન રેટ...(આંકડા કહે છે આ નર્યુ જૂઠાણુ છે.).
વિગેરે- વિગેરે પરંતુ આ સાથે કેટલીક વાતો જે આપણે નજર અંદાજ કરીએ એ છે કે હવે કદાચ માત્ર ભક્તિનો તહેવાર નથી રહ્યો નવરાત્રી- એ જગતનો સૌથી મોટો ડાન્સ ફેસ્ટીવલ બની ગયો છે. પરાણે પૂજા અને ભક્તિ ન થાય! માહોલ જ્યારે આનંદ અને ઉત્સવનુ હોય અને મનમાં યૌવન હિલોળા લેતુ હોય ત્યારે તેને માણવાની મજા કંઈક અલગ જ હોય છે. કદાચ એ આ મહિનામાં પોકેટ મની મળે અને ગરબાનો એકસ્ટ્રા ખર્ચ માગતા જ મળે ત્યારે કોઈ ટીન-એજર ના ચહેરા પર જોઈ શકાય છે. એ કદાચ ધીરુભાઈને રીલાયન્સની સ્થાપના વખતે મળ્યો હોય તેનાથી જરાય ઓછો નહી હોય..! નવરાત્રીમાં મોટા ભાગના કદાચ 99 થી વધુ ટકા ટીન-એજરો નાચવા – કૂદવા અને થોડી મજાક થી આગળ વધતા નથી. પણ ક્યાંક હોર્મોન્સ નો રંગ અને ક્યાંક એકાંતનો સંગ ક્યારેક લપસાવી દે છે.!
સવાલ આવે છે આવુ ન બને એ માટે શું કરવુ? વેલ, જુદા-જુદા મેગેઝીન-અખબાર ના કહેવાતા સમાજ સુધારક – અનુભવી – સમજણશીલ લોકો એક-બે-ત્રણ-ચાર નિયમોના સ્વરુપમા લખી ચૂક્યા છે!! (છેલ્લા દસ વર્ષોથી એક જ પ્રિન્ટ નામ બદલી છપાતી હોય તેવુ લાગે છે.!!). શું માતા-પિતા ચોવીસ કલાક કે ત્રણસો પાંસઠ દિવસ જાસૂસી રાખી શકે? તો શું કરવુ વેલ જવાબ છે તરુણોને સમજો અને સલામ કરો અને તેમને સારા-નરસાનો ભેદ સમજાવો. જીવનનુ સત્ય એ જેટલુ વહેલુ સમજે તે તેમના માટે સારુ છે. જુદી-જુદી હાઈ સ્કૂલોમાં તરુણોને માટે ના લેકચર લેતી વેળાએ તેમની આંખોમાં જોયેલી ઈંતેજારી અને જાણવાની ઉત્કંઠા વિ. જોઈ ને સમજેલી છે. પરાણે હેલ્મેટ ન પહેરાવી શકાય પણ જો હેલ્મેટ ન પહેરવાના ગેરફાયદા કોઈ સમજી જાય તો કદાચ તે જાતે હેલ્મેટ પહેરી લે !?
એક ફિલ્મ તાજેતરમાં જોઈ – તેરે સંગ – જેનો વિષયવસ્તુ ખરેખર થોડો ભારતીય સંદર્ભે રુઢિચુસ્તોનુ ધ્યાન ખેંચે તેવો છે.! એ છે ટીન એજ લવ અને પ્રેગ્નન્સી પર...!

ઘણા લોકો હજુ પણ એવુ માને છે કે આવુ ભારતમાં ન બને પણ એ લોકો શાહમૃગ જેવી સોચ ધરાવે છે! કારણકે દિન પ્રતિદિન તરુણાવસ્થાના શારીરીક ફેરફારો વહેલી ઉંમરે આવી રહ્યા છે એ વૈજ્ઞાનિક રીતે સાબિત થઈ ચૂક્યુ છે. અને શારીરીક ફેરફારો શું માનસિક ફેરફારો કે આવેગો નહી લાવે ? જો હા તો બસ થોડા સોચો સમજો યાર! એક પિડીયાટ્રીશ્યન તરીકે અમે ટીનએજરોનુ કાઉન્સેલીંગ કરીએ છીએ એટલે કહી શકુ કે આ ફિલ્મ ખરેખર દરેક માતા-પિતાને અને તેના ટીન-એજરો એ સાથે જોઈ અને પછી ચર્ચા કરવા યોગ્ય છે. જેમકે ફિલ્મનો હીરો-હીરોઈન જે ભણવાને બદલે જે કરે છે તેનાથી તેમને ભોગવવા પડતા પરિણામો અને મુશ્કેલી વિશે સમજાવી શકાય...

અને હા આ ગીત જરા ગણગણવા લાયક તો ખરુ જ...!

આપના પ્રતિભાવો આપશો.....

2 comments:

 1. ખુબ જ મનનીય અને વિચારવા લાયક વાત કરી તમે,પણ દિકરીના માતા-પિતા હોય એટલે ટીન એજ (મુગ્ધાવસ્થામાં) હોય તે વખતે છોકરીનો લાભ ખંધો, લુચ્ચો અને વાસના ભર્યો કોઈક જંગલી નોંચીને ન લે તેની કાળજી રાખવી અને તે માટે છોકરીને સમજ્ણ આપવી જરૂરી છે અને તે વાત છોકરી પણ સમજે તે જરૂરી છે, તેવી મોજ મજા માટે અંકુશ અને મર્યાદા જરૂરી!! નહીં તો કારમાં કે હોટલમાં રેપ થવાની પૂરી શકયતા!! અને મુગ્ધાવસ્થા વખતે ઉત્પન્ન થતી લાગણીઓના લાભ ઘણીવાર ખઈબદેલ પરણેલાં અને કુંટુંબ ના નજીકના સંબંધીઓ જ કરતાં હોય છે..તેથી એટલો છૂટૉ દોર પણ ન આપી શકાય!!

  આ માટે મારો આ તાજેતરનો લેખ વાંચોઃ "આવ્યા દિવડીયે ઝગમગતા 'મા' નાં નોરતા રે...' નવરાત્રીનું થઈ રહેલું આધુનિકરણ અને તેમાં આપણી સાવચેતી!

  ReplyDelete
 2. આદરણીય શ્રીશાહસાહેબ,

  આપની વાત સત્ય એટલા માટે છે કે,ઘણી વખત ચિંતન કરતાં એક પ્રશ્ન પર મન અટકી જાય છે કે,આપણે જ્યારે આપણા વિચારો લેખ સ્વરુપે જાહેર કરીએ છીએ,ત્યારે સાથે આપણી જવાબદારી કેટલી બને છે? જુના ચવાઇ ગયેલા લેખનો વાંધો ના હોઇ શકે,પરંતુ એમાં સમાજ ઉપયોગી કેટલું છે,તે પહેલાં પોતે સારી પેઠે સમજવું જોઇએ.

  માર્કંડ દવે.

  ReplyDelete

આપના પ્રતિભાવ બદલ આભાર ...