સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Saturday, July 4, 2009

જોડીયા સંતાનો - 1

જોડીયા સંતાનો થવાનો દર કંઈક અંશે ઈ.સ. 1970 થી વધેલો જોવા મળે છે. આ માટે કેટલાક કારણો જોવા મળેલા છે જેમાં નિઃસંતાન દંપતિઓની સંતોત્પ્તિ માટે ની સારવારમાં વપરાતી દવાઓ- મોટી ઉંમરે માતૃત્વ ધારણ કરવુ-સંતાન પ્રાપ્તિની વિવિધ ટેકનીકો વિ.ને ગણાય છે.

જોડીયા શિશુને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય છે.

1. એક જ ફલિતાંડ માંથી ઉદભવેલા (mono zygotic)
સામાન્ય રીતે એક શુક્રકોષ અને એક અંડકોષના મિલન થી એક ફલિતાંડ(zygote) બને છે. આ ફલિતાંડનું જો શરુઆતી બે દિવસમાં વિભાજન પામે તો બંને શિશુને પોતાની અલગ હેળ(placenta) અને અલગ ગર્ભકોથળી(amnion) હોય છે. જ્યારે જો આ વિભાજનની ઘટના બે અઠવાડીયા બાદ બને તો શિશુઓને એક જ પ્લેસેન્ટા(હેળ) અને એક જ ગર્ભ આવરણ હોય છેઆવા પ્રકાર માં બંને શિશુ એક જ કોથળી માં હોયછે. અને એક જ હેળ ને ગર્ભનાળ દ્વારા જોડાયેલા હોય છે. જુઓ નીચેનુ ચિત્ર...


આવા શિશુઓ બંને લગભગ એક સમાન બાહ્યદેખાવ અને એક જ જાતિના હોય છે. દા.ત. બંને પુરુષ કે બંને સ્ત્રી. સામાન્ય રીતે અંગ્રેજીમાં તેમને identical twins કહેવાય છે. સામાન્ય રીતે આવા શિશુનો દર 1000 પ્રસુતિએ 4 નો છે. વધુ જાણો આ નેશનલ જ્યોગ્રાફિકના વિડીયો પર...






2. દ્વિફલિતાંડ સર્જીત (dizygotic twins)
જ્યારે બે શુક્રકોષો બે અંડકોષોને ફલિત કરે અને બે ફલિતાંડ બને તો તેમને દ્વિફલિતાંડ સર્જીત (dizygotic twins) કહે છે. આમાં બંને શિશુઓ જુદા જુદા અને બાહ્યદેખાવ અને જાતિ માં અસમાનતા વાળા હોય છે.



શા માટે એકથી વધુ શિશુ હોવાની પ્રસુતિ જોખમી છે ?
સામાન્ય પ્રસુતિ (કે જેમાં એક શિશુને જ જન્મ આપવાનુ છે) તેની સરખામણી એ એકથી વધુ શિશુ વાળી પ્રસુતિમાં શિશુનું મૃત્યુ થવાની સંભાવના ચારગણી છે. જેમ શિશુની સંખ્યા વધુ તેમ આ સંભાવના વધતી જાય છે. આમ થવાના મુખ્ય કારણો અધૂરા માસે જન્મ થવાની સંભાવના ઓછુ જન્મ સમયનુ વજન જન્મજાત ખોડખાંપણોનો વધુ રહેતો દર ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભાશયમાં ની વિવિધ સમ્સ્યાઓ જન્મ સમયે થતી ગૂંગળામણ અને નવજાત અવસ્થામાં સર્જાતી વિવિધ મુશ્કેલીઓ સામેલ છે.
આથી આવી પ્રસુતિ હંમેશા આધુનિક હોસ્પીટલ કે જ્યાં નવાજાત શિશુની સારી સંભાળ લેવાય ત્યાં કરાવવી જરુરી છે. આ માટે પ્રસુતિ પહેલા જ માતા આવા સેંટર માં સમયસર પહોંચી જાય તે હિતાવહ છે.
વળી આવા શિશુઓને જન્મ પછી પણ અનેક મુશ્કેલી પડી શકે છે.આથી આવી સમયસૂચકતા જરુરી છે.



હવે માણો જોડીયાઓ ની થોડી હળવી પળૉ... આ વિડીયો માં...


વધુ આવતી પોસ્ટે આપનો પ્રતિભાવ મોકલશો.....

1 comment:

આપના પ્રતિભાવ બદલ આભાર ...