સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Friday, January 8, 2010

બાળકને શું ખવડાવવુ ડોક્ટર ?


મિત્રો
લગભગ દરેક બાળ રોગ નિષ્ણાંત ને 50% થી વધુ માતાનો રોજબરોજ પૂછાતો સવાલ છે સાહેબ મારા બાળકને શું ખવડાવુ કે તે ખૂબ સરસ તંદુરસ્ત રહે... અને પછી અનેક સલાહો અને થોડી દવાઓ લખવા સાહેબને ઘણી વાર મજબૂર કરવામાં પણ આ મમ્મીની લાગણી કામ કરી જતી હોય છે તો આજે પ્રસ્તુત છે આ જવાબનો સરળ જવાબ ....!!!
courtesy:flickr photo

કેટલાક મૂળભૂત સિધ્ધાંતો યાદ રાખશો.


1. પ્રથમ છ માસ માટે સ્તનપાન સંપૂર્ણ આહાર છે. શારીરીક અને માનસિક વિકાસ તથા રોગ મુકત તંદુરસ્ત બાળક રાખવા આ નિયમને ચુસ્ત પણે વળગી રહો.


2. છ માસ પછી નો ઉપરી આહાર બાળકના ઝડપથી વધી રહેલા શારીરીક અને માનસિક વિકાસની જરુરી માંગને પૂરી કરવા ખૂબ જરુરી છે.


3. ઉપરી ખોરાક માટે ખાસ વધુ પડતી મહેનત જરુરી નથી. આપના ઘરના અન્ય સભ્યો માટે બનાવાતા ખોરાકમાંથી જ બાળક માટે ખોરાક બનાવી શકાય છે. દા.ત. જો ઘરમાં મેનુ માં તુવેરની દાળ બનાવવાની છે તો બાળક માટે બાફેલી દાળમાં ખાંડ કે ગોળ અને ઘી નાખી ને પૂરણ જેવો પોચો અને પૌષ્ટીક ખોરાક બની શકે છે. જરુર માત્ર બુધ્ધિ દોડાવવાની છે.


4. ઘરના રોજીંદા ખોરાકના મેનુ માંથી બાળક માટે ખોરાક પસંદ કરવાથી ધીરે-ધીરે બાળકને ભાણે બેસાડી એક જ થાળીમાંથી જમતુ કરવાના આપણો પ્રયાસ સરળ બને છે.


5. ઋતુવાર આવતા ફળો બાળક માટે હંમેશા તાજા વિટામીન અને મિનરલ થી ભરપૂર ઈશ્વરદત્ત ખજાનો છે. તેનો ભરપૂર ઉપયોગ કરવો જોઈએ. કેળા વિશે લોકોમાં ભાત-ભાતની ગેરમાન્યતાઓ પ્રવર્તે છે અને શરદી થશે કે ભારે પડ્શે તેવી ખોટી ભ્રમણાથી બાળકોને આ ઉત્તમ કેલરી અને કેલ્શયમ થી ભરપૂર ફળ થી દૂર રાખે છે જે તદ્દન ખોટુ છે.


6. પોપ્કોર્ન- મમરા-વેફર - ધાણી - બિસ્કીટ વિ. પદાર્થો સરળતાથી પ્રાપ્ય છે પરંતુ તેમની અંદર કેલરીનુ પ્રમાણ અન્ય ઘરેલુ ચીજો થી ઓછુ હોય છે એટલે જો બાળક આવો ખોરાક ખાય તો પોષણ/ કેલરી ની ખામી સર્જાઈ શકે છે. વળી આ ચીજોનુ પાચન ઘણી વાર બાળકોમાં સમ્સ્યા સર્જતુ જોવા મળે છે.


7. ઘી- તેલ-ગોળ અને ખાંડ આ ચાર વસ્તુ કોઈપણ ખોરાકની કેલરી વધારી શકવા સક્ષમ છે. નાના બાળકો શરુઆતી દિવસો માં જ્યારે ઓછો ખોરાક લે ત્યારે જરુરી છે કે જેટલો પણ ખોરાક લે તે ખૂબ જ કેલરીક્ષમ હોય. આ માટે તમે દરેક ખોરાકમાં જ્યાં જે ભળે તે ઉપરની ચાર વસ્તુમાંથી (ઘી- તેલ-ગોળ અને ખાંડ) નાખી શકો છો. દા. ત. ખિચડીમાં ઘી નાખવુ કે રોટલીનો ઘી - ગોળ વાળો લાડવો બનાવવો.

8. કોમર્શીયલ બેબી ફૂડ કદાચ બાળક માટે ઉપયોગી ઘણા સારા પદાર્થો ધરાવે છે અને તેનો ઉપયોગ ઘણો સહેલો છે અને ટ્રાવેલીંગ દરમ્યાન ઘણુ ઉપયોગી છે. પરંતુ તેના વિશે કેટલાક મુદ્દા ખાસ નોંધવા રહ્યા - 1) ઘણુ મોંઘુ છે. 2) એકજ સ્વાદનુ હોય છે. 3) પેકેજીંગ તારીખ અને પીરસવા વચ્ચે હંમેશા અંતર હોવાથી તાજુ ન કહી શકાય. 4) બાળકોને ઘણી વાર આ સ્વાદની ખૂબ આદત પડી જાય તો અન્ય ખોરાકમાં તેમની રુચિ રહેતી નથી. 5) જો બાળક તુરંત જ ન ખાય તો બનાવેલ ખોરાકને સ્ટોર કરી શક્વુ અઘરુ છે તે સહેલાઈ થી બગડી જાય છે.


9. અન્ય પ્રાણીનુ દૂધ છ માસ બાદ બાળકને આપી શકાય છે પણ તેમાં પાણી નાખવુ નહી.


10. સફાઈ ખૂબ જ જરુરી છે તમારી અને તમારા બાળકના હાથની - મોટાભાગની મા પોતે ચોક્કસ હાથ ધોવે છે પણ બાળકના ભૂલી જાય છે!!. કમનસીબે મા કરતા બાળકનો હાથ તેના મોં માં વધુ વાર જતો હોય છે.!!

11. બાળકને પણ પોતાની પસંદ અને ના પસંદ હોય છે.! તેનો આદર કરવો. ઘણા બાળકોને ગળ્યુ નથી ભાવતુ તો ઘણાને ખારુ નથી ભાવતુ. જરુરી નથી કે તમે ખૂબ મહેનત કરી બનાવ્યુ હોય તો બાળક ખાશે જ...!! તો નિરાશ ન થશો....!

12. બાળકની ભૂખ - ઉંઘ અને શારીરીક બાંધો ઘણા પરિબળો પર આધાર રાખે છે તો કયારેય તમારા બાળકની અન્ય સાથે સરખામણી ન કરશો. બાળકનો વિકાસ યોગ્ય છે કે નહિ તે વિશેષજ્ઞ પર છોડી દો.

please download following page- EASY DIET OPTIONS & ADVICE

ઉપરી પોષક આહાર માટેના સરળ વિકલ્પો નું લિસ્ટ અને જરુરી સલાહ નીચે મુજબ છે.

મોટુ કરી વાંચવા માટે ચિત્ર પર ક્લિક કરો .

to read better enlarged HTML FORMAT please click on the picture.

આપના પ્રશ્નો અહીં કોમેંટ સ્વરુપે લખો.

6 comments:

  1. khub saras maahiti. maaro dikaro 4.5 mahinaa no chhe. aa blog par thi ghani maahiti maLati hoy chhe. aabhaar!!

    Hemant Punekar

    ReplyDelete
  2. આપનો આ લેખ અહીં આપના નામ/લિન્ક વગર પ્રસિદ્ધ થયો છે!!!

    ReplyDelete
  3. આપનો આ લેખ અહીં આપના નામ/બ્લોગને લિન્ક વગર પ્રસિદ્ધ થયો છે!

    ReplyDelete
  4. Vary good info…
    Unfortunately as a mother i am also doing same thing to my doctor. Asking about good food for baby.
    Your this article is vary use full me for same.

    Second thing many times i ask my doctor about "what cosmetic i used for my baby like (which oil,shop, powder)?" He replied any thing which suit to my baby, you can use it.
    My baby is 1 & half year old now. But in local surrounding so many talks like following “some brand not good for skin that make skin black. Some make skin ruff, not good to use baby shampoo, not good to use shop instead use only 'chana aata' is good ......”
    Same i am also feeling i am using one of good brand product but then also my baby skin is day by day going blackish. Suggest some good article about same.

    i respect Gujarati so same question Gujarati too..(its vary difficult to type in Gujarati :()

    ખુબ સરસ છે. હું પણ મારા ડોક્ટર ને આજ પ્રશ્ન પૂછતી હતી.


    બેજો એક પ્રશ્ન છે જેનો જવાબ હજી મને નથી ખબર કે "કયા પ્રોડક્ટ બાળકો માટે વાપરવા જેમ કે (સાબુ,માલીશ કરવાનું તેલ , ક્રીમ , વગેરે ....)?" આ બાબતે ઘણી બધી માન્યતાઓ છે . જેમ કે કોઈ સાબુ નહિ સારો એના કરતા ચાના લોટ સારું, કોઈક પાવદર થી ચામડી કાળી પડી જાય, વગેરે ....
    હું મરી બેબી માટે સારા માં સારું આ બધી વસ્તુ વાપરું છુ તો પણ એની ચામડી કાળી પડતી જાય છે . તો તમને આ બાબતે કઈક કહો , ક્યાં તો કોઈક સારો લેખ લખો.

    ReplyDelete
  5. Dear Sir, pl tell me my baby is 4 months old, is it right to make her bath with pears soap or i should continue with j and j soap or any other ? ?

    ReplyDelete

આપના પ્રતિભાવ બદલ આભાર ...