ગુજમોમ.કોમ નું સર્જન અને વિમોચન ગત વર્ષે થયેલ. વિશ્વની સૌ પ્રથમ માતૃત્વ અને શિશુ સંભાળ અંગેની વેબ સાઈટ તરીકે એક જ વર્ષમાં અતિ લોકચાહના પામેલ છે. દુનિયાભરના ઈન્ટરનેટ પ્રેમી જેને ગોલ્ડ સ્ટાન્ડર્ડ માને છે તેવા ગૂગલ એનાલાયટીકસ ( સૌથી વિશ્વસનીય ઈંટરનેટ એનાલયટીક એંજીન ) દ્વારા મળતા આંકડાઓ મુજબ આ વેબસાઈટ હાલ દુનિયાના 58 દેશોમાં વાચક મિત્રો ધરાવે છે....! ગત વર્ષે વેબસાઈટ ને 1,90,532 ક્લિક્સ મળી. વેબ સાઈટમાં સગર્ભાવસ્થાની વિવિધ સારસંભાળ(આહાર-યોગ-મેડીકલ તપાસ- ભયજનક અવસ્થાઓ)- ડીલીવરી(સીઝેરીયન/નોર્મલ) વિશે, પ્રસુતિ પછીની સંભાળ, નવજાત શિશુ માટે ની વિવિધ તૈયારી (ક્પડા- સાધનો–રમક્ડા-જરુરી ઘર વપરાશની ચીજો) , નવજાત શિશુ માટેની સંભાળ (સ્તન પાન-ચેપથી બચાવ-કાંગારુ મધર કેર- નવડાવવા અને માલિશ વિશે ), નિઃસંતાન દંપતિ માટે સૂચનો જેવા અનેક વિવિધ વિભાગ ખૂબ સુંદર રીતે અપાયેલ છે.
આ તમામ શ્રેય અને આટલા બહોળા વાચક વર્ગ સુધી પહોંચવુ આપના સાથ અને સહકાર વિના શક્ય ન હતુ. વેબસાઈટ ના વિમોચન થી જ આપના સૌ દ્વારા તેનો વ્યાપક પ્રચાર કરવા હું આપનો હાર્દિક આભારી છુ. હજુ પણ આપના માધ્યમ થી બહોળા વાચક વર્ગને જો આ વેબસાઈટ વિશે જાણકારી મળશે અને તેઓ લાભ લઈ શકશે તો અનેક માતાઓ અને નવજાતશિશુ ને સ્વસ્થ આરોગ્ય ની ભેટ મળશે. આપણી પોતાની ગુજરાતી ભાષાના માધ્યમમાં લોકોને ઉપયોગી થવાના મારા આ પ્રયત્નમાં આપ સૌ સહભાગી થશો તેવી નમ્ર વિનંતી.
આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)