મિત્રો
સૂર સંવાદ રેડીયો - ઓસ્ટ્રેલિયા કે જે ઓસ્ટ્રેલિયા ખાતે નો એક માત્ર ગુજરાતી રેડીયો છે. તેની શરુઆતને 4 વર્ષ પૂર્ણ થયા તે નિમિતે રેડીયોના સ્થાપક અને ઉદધોષક આરાધનાબેન ભટ્ટ દ્વારા સૌ શ્રોતા મિત્રો અને શુભેચ્છકોને પૂછવામાં આવ્યુ કે આ ચતુર્થ વર્ષગાંઠ પરના કાર્યક્રમમાં શું ખાસ કરવુ કે જે સહુ કોઈ માણી શકે અને પ્રસંગોચિત હોય ... ઘણા બધા મિત્રો એ શુભેચ્ચ્છા અને વિચાર મોકલ્યા . મને વિચાર આવ્યો કે ગુજરાતના અનેક મિત્રો અને કલા રસિકોના ઈન્ટરવ્યુ આરાધનાબેને કર્યા છે તો આ વખતે કેમ ન આરાધનાબેનનો ઈન્ટરવ્યુ આ લોકોમાંથી કોઈ એક કરે ?!! મેં આ વિચાર આરાધના બેનને રજૂ કર્યો અને એમને અ અ આ વિચાર ખૂબ પસંદ પડ્યો....!
અને સર્જાયો એક રીવર્સ સિન્ગલ્સ ... જેમાં હું હતો માઈકની આ બાજુએ અને આરાધનાબેન હતા સામેની બાજુએ ... અમોએ ફોન દ્વારા એક ઈન્ટર્વ્યુ કર્યો જેમાં સૂરસંવાદ અને આરાધનાબેન વિશે ઘણી અંતરંગ વાતોની ચર્ચા થઈ...
આપ સર્વે ને સાંભળવાને અર્થે આજે રજૂ કરુ છુ....
Interview of aaradhnaben bhatt.(4th anniversary of sur samvad)mp3 by gujmom
આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)
આરાધનાબેન, આપને ઘણા ઘણાં ધન્યવાદ. પરદેશમાં રહી માતૃભાષાને જવલંત અને જીવતી રાખવા એજ સુંદર ઝંબેશ અને અવિરત કાર્ય કરી રહ્યાં છો તેનું સૌ ગુજરાતી ભાઈ-બેનોને ગૌરવ છે,અમો અહી હ્યુસ્ટન ટેક્ષાસ( યુ.એસ,એ)માં બસ નિવૃત થયા બાદ આપણી માતૃભાષાને જીવંત રાખવાની ધુણી ધખાવી છે.અનેક ગુજરાતી કાર્યક્રમો સાથે ગુજરાતથી આવતાં કવિ-લેખકોનો કાર્યક્રમ કરીએ છીએ. તમો ગુજરાતી રેડિઓ ચાલુ રાખી માતૄભાષાને માન આપજો અને પરદેશમાં મા-ગુર્જરીનો નાદ સદા ગુંજતો રહે એજ શુભેચ્છા સહ વિરમું છુ.
ReplyDeleteવિશ્વદીપ બારડ
યુ.એસ.એ.
my site: www.vishwadeep.wordpress.com
મૌલિક્ભાઇ તથા આરાધનાબેન આપ બન્ને ને ખુબ ખુબ અભિનંદન ...ઇન્ટરવ્યુ ખુબ જ સરસ રહ્યો ...!
ReplyDeleteખુબ ખુબ અભિનંદન.
ReplyDelete