સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Thursday, December 16, 2010

બાળકોને ઉપયોગી આરોગ્ય વિષયક વિડીયો

મિત્રો
શાળાએ જતા બાળકોમાં આરોગ્ય અંગે ઘણી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓ દૂર કરવા અમો શાળાના બાળકોને માટે કેટલીક શિક્ષણાત્મક વિડીયો તૈયાર કરી છે.

1. બાળકોમાં પાંડુરોગ કે એનીમીયા વિષે2. યોગ અને આઉટડોર સ્પોર્ટસ વિષે
આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

2 comments:

 1. ડૉ.શાહ,

  આપે દર્શાવેલ વિડ્યો દ્વારા ખૂબજ અગત્યની વાત જણાવવામાં આવી છે. હકીકતે આપણી હાલની શાળાઓમાં ડ્રીલ, (પીટી) રમત-ગમત ની વ્યવસ્થાનો મોટેભાગે અભાવ જોવા મળે છે, સંચાલકો સરકારની કોઈ જ અસરકારક નીતિ ના હોવાને કારણે શાળામાં રમતગમતના મેદાન ની જગ્યાઓ ફાળવતા નથી અને મોટા મોટા બિલ્ડીંગ ખડકી દે છે અને પોતાના ઉપાર્જનનું એક સાધન શાળાને બનાવી આપેલ છે. જ્યાં કોઈ જ પ્રકારનું શારીરિક શિક્ષણ આપવામાં આવતું નથી. આવી હાલ ઘણીજ શાળા સૌરાષ્ટ્ર-ગુજરાતમાં આપણને જોવા મળશે.

  ReplyDelete
 2. Informative Post !
  Continue your Work !
  DR. CHANDRAVADAN MISTRY (Chandrapukar)
  www.chandrapukar.wordpress.com
  Hope to see you on Chandrapukar !

  ReplyDelete

આપના પ્રતિભાવ બદલ આભાર ...