મિત્રો
ઓસ્ટ્રેલિયા ઉજવી રહ્યુ છે રેડ નોઝ ડે 25 જૂનના રોજ ... રેડ નોઝ એટલા માટે કે એ દિવસે સિડની ના રહીશો ખાસ જોકરની માફક લાલ કલરનું પ્લાસ્ટીક કે રબરનુ નાક લગાવી શહેર ભરમાં ફરે છે. શહેરની સેલિબ્રીટીનુમા વ્યક્તિ પણ આ દિવસે પોતાના નાક પર આ લાલ નાક ચડાવી સૌનો પાનો ચડાવે છે. અનેક લોકો આ સંદર્ભે દાન ની સરવાણી વહાવે છે !!!.
વેલ આ દિવસ ઉજવાય છે એક ખાસ ઉદ્દેશ્ય માટે ...!! આ ઉદ્દેશ્ય એટલે બાળમૃત્યુના મહત્વના કારણ SIDS પર જનજાગૃતિ લાવવી અને આ વિષય પર વધુ રીસર્ચ અને બાળકોની સારવાર માટે વધુ ધન ભંડોળ એકત્ર કરવુ. આ દિવસે SIDS થી મૃત્યુ પામેલા બાળકોના પરિવાર જનોને ખાસ દિલાસો આપવો અને તેમને સહાયભૂત થવા પ્રયાસ થાય છે. http://www.rednoseday.com.au/ પર લોગ ઈન કરી આપ વધુ માહિતી મેળવી શકશો.
સત્કાર્ય માટે દેશોના સીમાડા નથી નડતા. આ મહત્વપૂર્ણ કાર્ય માં મને પણ મારો સહયોગ આપવાનો લાભ મળ્યો છે અને આ માટે નિમિત બન્યા શ્રી આરાધના બેન ભટ્ટ..! સૂર સંવાદ ગુજરાતી રેડીયો સિડની ઓસ્ટ્રેલીયા માટે આ વિષય સંબધી આરાધનાબેને મારો એક રેડીયો ટોક/ ઈંટરવ્યુ કર્યો અને આ 20 જૂન ના રોજ એ સમગ્ર વિશ્વમાં રીલીઝ થયો.. આ સુંદરતમ વિચાર અને લોકોપયોગી કાર્ય માટે સૂર સંવાદ રેડીયો ખરેખર અભિનંદન ને પાત્ર છે. મને પણ લાગ્યુ કે આ સરળ ગુજરાતી ઈન્ટરવ્યુ જો બ્લોગ પર મૂકી શકાય તો કદાચ ભારતમાં પણ SIDS થી મૃત્યુ અટકાવી શકાય....
તો પ્રસ્તુત છે કુલ પાંચ- પાંચ મિનિટના ત્રણ ભાગ માં આ ઈંટરવ્યુ ....
પાર્ટ -2
પાર્ટ - 3
આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)
બ્લોગ પર અત્યાર સુધી પ્રદર્શિત
સુસ્વાગતમ્...
આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.
આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.
Tuesday, June 22, 2010
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment
આપના પ્રતિભાવ બદલ આભાર ...