સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Monday, October 19, 2015

ઓડિયો સ્ટોરી : ' તારા વિના '

મિત્રો

પ્રસ્તુત છે આજે એક ઓડિયો સ્ટોરી : ' તારા વિના '

મૂળ લેખક : અજ્ઞાત
ગુજરાતી લેખન / ભાવાનુવાદ : ડો. આઈ. કે .વીજળીવાળા
પુસ્તક : હૂંફાળા અવસર

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Sunday, November 2, 2014

શિશુના નામ ની શોધ એક અઘરુ કામ ...


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Friday, October 10, 2014

ગળથૂથી ની પરંપરા

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Thursday, October 2, 2014

વાત એક ચકા અને ચકીની ....




આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Wednesday, September 26, 2012

ગુજમોમ.કોમ - બેસ્ટ બ્લોગ - ગુજરાતી ( લાડલી મિડીયા એવોર્ડ 2011/12)



વર્ષ 2011-12 માટે લિંગ સંવેદનશીલતા અને બેટી બચાવો અંગેના લાડલી મીડિયા એવોર્ડ (પશ્ચિમ શ્રેત્ર) તા. 22/9/2012ના રોજ જયપુર ખાતે યોજાયો. પોપ્યુલેશન ફર્સ્ટ દ્વારા આયોજીત અને યુનાઈટેડ નેશન ફોરમ ઓફ પીપલ (UNFPA) તથા આદિત્ય બિરલા ફાઉન્ડેશન દ્વારા પ્રાયોજીત આ પ્રતિષ્ઠિત એવોર્ડ માટે ગુજરાત, રાજસ્થાન, મહારાષ્ટ્ર અને ગોવાના તમામ પ્રકારના મીડિયા સાથે જોડાયેલા લગભગ 600 મીડિયા પ્રતિનીધીઓએ અરજી કરી હતી. જેમાંથી જૂરી પ્રક્રિયા દ્વારા 22 પ્રતિનીધીઓની આ એવોર્ડ માટે પસંદગી થવા પામી હતી. આમાં વેબ મીડિયા કેટેગરીમાં જામનગરના ડો. મૌલિક શાહ ની જ વેબ સાઈટ ગુજમોમ.કોમ ને ગુજરાતી ભાષાના બેસ્ટ બ્લોગ તરીકે જાહેર કરાયેલ. આ માટે તેમનું લેખન “એક સવાલ જે મને દુઃખી કરે છે...!” અત્યંત સરાહના પામેલ.

ગુજમોમ.કોમ નું સર્જન અને વિમોચન ગત વર્ષે થયેલ. વિશ્વની સૌ પ્રથમ માતૃત્વ અને શિશુ સંભાળ અંગેની વેબ સાઈટ તરીકે એક જ વર્ષમાં અતિ લોકચાહના પામેલ છે. દુનિયાભરના ઈન્ટરનેટ પ્રેમી જેને ગોલ્ડ સ્ટાન્ડર્ડ માને છે તેવા ગૂગલ એનાલાયટીકસ ( સૌથી વિશ્વસનીય ઈંટરનેટ એનાલયટીક એંજીન ) દ્વારા મળતા આંકડાઓ મુજબ આ વેબસાઈટ હાલ દુનિયાના 58 દેશોમાં વાચક મિત્રો ધરાવે છે....! ગત વર્ષે વેબસાઈટ ને 1,90,532 ક્લિક્સ મળી. વેબ સાઈટમાં  સગર્ભાવસ્થાની વિવિધ સારસંભાળ(આહાર-યોગ-મેડીકલ તપાસ- ભયજનક અવસ્થાઓ)- ડીલીવરી(સીઝેરીયન/નોર્મલ) વિશે, પ્રસુતિ પછીની સંભાળ, નવજાત શિશુ માટે ની વિવિધ તૈયારી (ક્પડા- સાધનો–રમક્ડા-જરુરી ઘર વપરાશની ચીજો) , નવજાત શિશુ માટેની સંભાળ (સ્તન પાન-ચેપથી બચાવ-કાંગારુ મધર કેર- નવડાવવા અને માલિશ વિશે ), નિઃસંતાન દંપતિ માટે સૂચનો જેવા અનેક વિવિધ વિભાગ ખૂબ સુંદર રીતે અપાયેલ છે.

આ તમામ શ્રેય અને આટલા બહોળા વાચક વર્ગ સુધી પહોંચવુ આપના સાથ અને સહકાર વિના શક્ય ન હતુ. વેબસાઈટ ના વિમોચન થી જ આપના સૌ દ્વારા તેનો વ્યાપક પ્રચાર કરવા હું આપનો હાર્દિક આભારી છુ. હજુ પણ  આપના માધ્યમ થી બહોળા વાચક વર્ગને જો આ વેબસાઈટ વિશે જાણકારી મળશે અને તેઓ લાભ લઈ શકશે તો અનેક માતાઓ અને નવજાતશિશુ ને સ્વસ્થ આરોગ્ય ની ભેટ મળશે. આપણી પોતાની ગુજરાતી ભાષાના માધ્યમમાં  લોકોને ઉપયોગી થવાના મારા આ પ્રયત્નમાં આપ સૌ સહભાગી થશો તેવી નમ્ર વિનંતી.



આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Wednesday, March 28, 2012

બનો ગુજમોમ ના શુભેચ્છક - બાળ મિત્ર ...!



પ્રથમ વર્ષગાંઠ સમયે વાચક મિત્રોના અનેક સૂચનો અનુસાર હવે ગુજમોમ www.gujmom.com  ના ભાવિ પ્લાન આ મુજબ છે.
1. આજ વેબ પર હજુ વધુ જરુરી એવી એપ્લીકેશન આપવી જેમકે બાળકની વય અનુસાર આદર્શ વજન – ઉંચાઈ દર્શાવતો સોફ્ટવેર , ડાયેટ પ્લાનર વિ.
2. આ વેબ પર લાઈવ વેબીનાર કે જેના દ્વારા નિષ્ણાત તબીબ સરળ ગુજરાતી ભાષામાં પ્રસુતિ અને સગર્ભાવસ્થાના પ્રશ્નો અંગે માર્ગદર્શન પ્રતિ સપ્તાહ પૂરુ પાડે.
3. આ જ વેબના બે અંગ્રેજી અને હિંદી ભાષાના સંસ્કરણૉ પણ લોંચ કરવા. જેથી ગુજમોમ ખરા અર્થમાં વિશ્વ વ્યાપી બને.
4. ગુજમોમ માટે ખાસ ગુજરાતી ભાષામાં ઉપયોગી હેલ્થ વિડીયોનું સર્જન કરવુ.
મિત્રો
આ સૂચિત પ્લાન પૂરા કરવા આશરે ત્રણ લાખ (three lacs) જેટલી રકમની આવતા એક વર્ષમાં જરુર રહે છે. જરુર છે માત્ર વાચક મિત્રો કે શુભેચ્છકો માંથી કોઈ ભામાશાની...! કોઈ કંપની – ટ્રસ્ટ કે સંસ્થા પણ આ કાર્ય માં મદદ રુપ થઈ શકે છે. આ માટે ગુજમોમ વેબ પર જો જરુર જણાય તો જાહેરાત પ્રસિધ્ધ પણ કરી શકાશે.
વાચક મિત્રો માત્ર 2500 રુ.નું દાન અર્પીને પોતાના શિશુના નામે એક લેખ અર્પિત કરી શકે છે. ગુજમોમ તેના બાળ શુભેચ્છકોનું બહુમાન વિવિધ લેખ પર શિશુનો ફોટોગ્રાફ નામ સાથે સાઈડપેનલ પર વર્ટીકલ એડ બેનર દ્વારા એક વર્ષ માટે કરશે.
આપનું યોગદાન કેવી રીતે આપશો?
ચેક /ડીમાન્ડ ડ્રાફ્ટ
આપ અમોને આપનું યોગદાન ચેક /ડીમાન્ડ ડ્રાફ્ટ દ્વારા "Aalap creative communication" ના નામે આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશનના સરનામે મોકલી શકો.
અમારુ એકાઉન્ટ નં - 325120110000138
બ્રાંચ - બેંક ઓફ ઈંડીયા - હોસ્પીટલ રોડ , જામનગર.(ગુજરાત- ભારત )
નેટબેંકીગ
અમારુ એકાઉન્ટ - નં - 325120110000138
બેંક IFSC : BKID0003251
બ્રાંચ - બેંક ઓફ ઈંડીયા - હોસ્પીટલ રોડ , જામનગર.(ગુજરાત- ભારત )
સાઈટ સંચાલકનું સરનામું
આલાપ ક્રિએટીવ કોમ્યુનિકેશન
201 – ક્રિશ્ના એપાર્ટમેંટ
પાર્ક કોલોની
જામનગર (ગુજરાત)
ફોન – 09825865669
Email : aalapcc@gmail.com

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Wednesday, September 28, 2011

ડો.પ્રજ્ઞા પૈ – એક વિરલ વ્યક્તિત્વ


મિત્રો, આજે એક અનોખા ડોક્ટર અને માતૃબાળ અને સમાજ ઉપયોગી સાહિત્યના દંતકથા સમાન લેખક ડો. પ્રજ્ઞા પૈ ની વાત... મારા જેવા અનેક લોકો જેમને વાંચીને લખવાની પ્રેરણા મેળવે છે તેવા આ ગુજરાતી લેખક ની જીવન વિશેની વાત અને તેમનો સંદેશ આપના સુધી પહોંચાડવાનો મારો આ પ્રયાસ ચોક્ક્સ આપને સ્પર્શશે. એક પત્ર ઈન્ટરવ્યુ દ્વારા મેં તેમને પૂછેલા પ્રશ્નો અને જવાબ પ્રસ્તુત છે. 

ડો. પ્રજ્ઞા પૈ MD(Ped) DCh , FIAP વય: 70 વર્ષ
અભ્યાસ વિશે
પ્રારંભિક અને ઉચ્ચ મેડીકલ અભ્યાસ નાયર હોસ્પીટલ અને ટોપીવાલા નેશનલ મેડીકલ કોલેજમાં કરી એમ.ડી (પેડીયાટ્રીક્સ) ડી.સી.એચ તરીકે ડીગ્રી હાંસલ કરી. તેજ સંસ્થામાં  સૌ પ્રથમ લેક્ચરર તરીકે અને પછી વિવિધ પદોન્નતિ દ્વારા પ્રોફેસર અને વિભાગ પ્રમુખ તરીકે 16 વર્ષ સેવા નિભાવી. ત્યારબાદ મુંબઈની સૌથી મોટી કે.ઈ.એમ. હોસ્પીટલ અને શેઠ જી.એસ. મેડીકલ કોલેજ ના ડીન તરીકે 10 થે વધુ વર્ષ સેવા બજાવી અને ખૂબ ખ્યાતિ પ્રાપ્ત કરી. ઈ.સ. 1999થી સેવા નિવૃત થયા બાદ પણ અનેક રાસ્ટ્રીય અને આંતર રાષ્ટ્રીય સંસ્થાઓમાં સલાહકાર કે વિષય નિષ્ણાત તરીકે પ્રવૃત રહ્યા. તેમના અનેક રીસર્ચ પેપરો રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતિ પામ્યા છે.

લેખક તરીકે
જન્મભૂમિ પ્રવાસી - સંદેશ – મુંબઈ સમાચાર જેવા ખ્યાતિપ્રાપ્ત અખબારો માં પંદર વર્ષથી વધુ સમય થી સામાન્ય આરોગ્ય,માતા અને શિશુ સંભાળ, સમાજીક દૂષણો, જીવન જીવવાની કલા, મેનેજમેન્ટ વિ. વ્યાપક વિષયો પર સતત તેમની કોલમ પ્રકાશિત થાય છે. અનેક ગુજરાતી અને અંગ્રેજી મેગેઝીનમાં તેમના લેખ પ્રકાશિત થયા છે.
ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં તેમના 24 થી વધુ પુસ્તકો પ્રકાશિત થયા છે અને વિવિધ ક્ષેત્રીય ભાષામાં અનુવાદિત થયા છે.

ડોક્ટર થવાનું કારણ .... !
રૂપાળી અને ગોરી ત્વચા ધરાવતી મારી માતાએ 21 વર્ષની વયે મને જન્મ આપ્યો બે દિવસ પછી પ્રસૂતાને ‘ બોલાવવા’ આવેલા મારા દૂરના મારા મામીએ મને જોતા વેંત કહ્યુ નીલીબેન ની બેબી આટલી કાળી ...! અરરર....!. આને લેશે કોણ ...! આવી ટકોર હૈયા સોંસરવી ઉતરી જાય તે સહજ છે. મારી ત્વચાનો રંગ ઉઘાડવા – હળદર, લીંબુ,હાઈડ્રોજન પેરોક્સઈડ અને તે સમયે મલતા ‘ફ્લોરોઝોન’ નામક વ્હાઈટનીંગ ક્રીમ વિ. માતાએ અજમાવી જોયા...!  સાથે સાથે મારા મનમાં ઉચ્ચ શિક્ષણનું મહત્વ ઠસાવવા તે કહેતા કે લગ્ન ન કર્યા હોય પણ ખૂબ ભણેલી સ્ત્રીઓ એકલી સ્વનિર્ભર રહી શકે છે. તું I.C.S. ( હાલનું I.A.S.) અથવ સમકક્ષ મેડીકલ અભ્યાસ કરજે. !!   બસ પછી ભણવામાં મેં પાછી પાની નથી કરી અને નસીબમાં ડોક્ટર થવાનું લખ્યુ હશે તો આ પ્રોત્સાહક બળ વડે તે બની....!

લખવાનો વિચાર કેમ આવ્યો ...!! ?
બહુ નાની વયથી હું થોડુ લખતી. મારા સાક્ષર નાના (સ્વ.રામભાઈ બક્ષી) લખવાનું સતત ઉત્તેજન આપતા અને મારા લખાણો છપાતા પણ ખરા...! કે.ઈ.એમ. હોસ્પીટલના ડીન (અધિષ્ઠાતા) તરીકે જવાબદારી સ્વીકાર્યા પછી વ્યસ્તતા વધી જતા હું બાળદર્દીઓ – માતાઓ વાલીઓ વિ. ને ઓછો સમય ફાળવી શકતી... અને તેથી પરોક્ષ રીતે મારી સલાહ અને વિવિધ ઉપયોગી માહિતી તેમના સુધી પહોંચાડવાના વ્યાપક પ્રયાસ રૂપે મેં નિયમિત પ્રશ્નોત્તરી, લેખ અને પુસ્તકો માતે લેખન શરુ કર્યુ અને અખબારો તથા સામાયિકો માટે કોલમ લખવાનું બીડુ ઉપાડ્યુ. જે આજ પર્યંત ચાલુ છે. ..!

પરિવારનો ફાળો
પરિવારનો સહકાર અને ઉત્તેજન સતત મળતા રહ્યા અને મારા પતિ અને સંતાનોએ કેટલીક વાર દૂર રહીને પણ મને ખલેલ વગર લખવાનો સમય આપ્યો. જીવનના દરેક પગથિયે વિકસવાની તક પણ આપી.

કયુ કાર્ય વધુ તક મળે તો કરવા ઈચ્છો છો ....! ?
તક સતત મળતી જ રહી છે. જે પ્રવૃતિ બાળકો માટે –માતા પિતા માટે - વડીલોમાટે અને સમાજ માટે ઉપયોગી હોય તે કરવી મને ગમે છે. આ પ્રવૃતિ કરવાની વધુ ક્ષમતા મળે તો મને ગમશે...!

આજના માતા પિતાને માટે સંદેશ...
પ્રત્યેક બાળકને પોતાનું આગવુ –અજોડ અસ્તિત્વ,બંધારણ અને વ્યક્તિત્વ હોય છે. તેને ચાવી દીધેલા રમકડાની જેમ કે કઠપૂતલીની જેમ આપણી મરજી કે ઘેલછા કે અપેક્ષા મુજબ ન નચાવી શકાય ..! પુસ્તકો, લેખ, નેટ પરથી મળેલી માહિતી ઉપયોગી છે પરંતુ બાળ ઉછેર માટે અંતઃસ્ફૂરણા,સહનશીલતા અને પ્રેમ એ વૈજ્ઞાનિક માહિતીથી પણ વધુ મહત્વના છે. અનુભવી વ્યક્તિના સૂચનો પણ લાભદાયી નીવડી શકે.
  ભવિષ્યની ચિંતાનો બોજ લઈ ચિંતિત રહેવાને બદલે બાળકો બાળપણ માણે – માતાઓ માતૃત્વ માણે અને સતત બીજાની સાથે સરખામણી કરવાનું ટાળે તેમાં જ ડહાપણ ...!!!




આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Tuesday, August 16, 2011

સૂરસંવાદ રેડીયોના ઉદઘોષક આરાધનાબેન ભટ્ટનો ઈન્ટરવ્યુ



મિત્રો
સૂર સંવાદ રેડીયો - ઓસ્ટ્રેલિયા કે જે ઓસ્ટ્રેલિયા ખાતે નો એક માત્ર ગુજરાતી રેડીયો છે. તેની શરુઆતને 4 વર્ષ પૂર્ણ થયા તે નિમિતે રેડીયોના સ્થાપક અને ઉદધોષક આરાધનાબેન ભટ્ટ દ્વારા સૌ શ્રોતા મિત્રો અને શુભેચ્છકોને પૂછવામાં આવ્યુ કે આ ચતુર્થ વર્ષગાંઠ પરના કાર્યક્રમમાં શું ખાસ કરવુ કે જે સહુ કોઈ માણી શકે અને પ્રસંગોચિત હોય ... ઘણા બધા મિત્રો એ શુભેચ્ચ્છા અને વિચાર મોકલ્યા . મને વિચાર આવ્યો કે ગુજરાતના અનેક મિત્રો અને કલા રસિકોના ઈન્ટરવ્યુ આરાધનાબેને કર્યા છે તો આ વખતે કેમ ન આરાધનાબેનનો ઈન્ટરવ્યુ આ લોકોમાંથી કોઈ એક કરે ?!! મેં આ વિચાર આરાધના બેનને રજૂ કર્યો અને એમને અ અ આ વિચાર ખૂબ પસંદ પડ્યો....!

અને સર્જાયો એક રીવર્સ સિન્ગલ્સ ... જેમાં હું હતો માઈકની આ બાજુએ અને આરાધનાબેન હતા સામેની બાજુએ ... અમોએ ફોન દ્વારા એક ઈન્ટર્વ્યુ કર્યો જેમાં સૂરસંવાદ અને આરાધનાબેન વિશે ઘણી અંતરંગ વાતોની ચર્ચા થઈ...

આપ સર્વે ને સાંભળવાને અર્થે આજે રજૂ કરુ છુ....


Interview of aaradhnaben bhatt.(4th anniversary of sur samvad)mp3 by gujmom

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Saturday, July 30, 2011

dancing infants


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Saturday, May 7, 2011

મધર્સ ડે સ્પેશ્યલ (Mothers' Day Special)


જીવનદાયીની માતાને શત શત પ્રણામ
આ દુનિયામાં ઈશ્વર ઈચ્છાથી જો કોઈ અદભૂત પરિવર્તન આવતુ હોય તો એ છે કોડભરી કન્યાનું માતા બનવુ. જેમ મહેમાન ઘેર આવવાના હોય ત્યારે ઘરની સજાવટ અને સુશોભન કંઈ ઓરજ હોય તેમ માતા બનનારી સ્ત્રીના શરીર-મન-વિચાર-વાણી અને વર્તનમાં આમૂલ પરિવર્તન આવે છે. આ સમગ્ર પરિવર્તન કે જે સ્ત્રીના જીવનને અદભૂત મોડ આપે છે. એક મંઝીલ આપેછે એક એવી ઉંચાઈનું નામ એટલે મા...! આ મા બનવુ પણ સહેલુ નથી કારણકે નવ માસના ગર્ભધાન પછી આકરી પ્રસૂતિની પીડા અને શિશુપાલનની અઢળક જવાબદારી એ અનેક બલિદાન માંગી લે છે. અને આ બધુ એક સંપૂર્ણ નિસ્વાર્થ ભાવનાથી માત્ર પોતાના દેવના દીધેલા માટે.....!
કહેછે કે ઈશ્વર બધે પહોંચી શકે તેમ ન હતો અને એટલે જ તેણે મા નું સર્જન કર્યુ ...! આવી ઈશ્વરનું મૂર્તિમંત સ્વરુપ એવી સંસાર ની તમામ માતાઓને આજે મધર્સ ડે પર હાર્દિક વંદન અને શુભકામનાઓ...!
ઘણા લોકો કહેશે કે આ મધર્સ ડે તો પશ્ચિમી રિવાજ છે પણ શું માનું ગૌરવ કરવા માટે આપણને દેશ-ભાષા અને સંસ્કૃતિના બંધનો નડી શકે ખરા ? !! . આવો તપાસીએ મધર્સ ડે નો ઈતિહાસ ...
મધર્સ ડે નો ઈતિહાસ
ઈતિહાસની તવારીખ તપાસીએ તો આન્ના મારીયા રેવીસ જાર્વીસ નામની અમેરીકન મહિલાએ સૌપ્રથમ ઈ.સ. 1850 માં મધર્સ વર્ક ક્લબ ની સ્થાપના કરી હતી જેનુ મુખ્ય ધ્યેય તે વિસ્તારના ગરીબ લોકોને સહાય કરવાનું અને લોકોને સ્વચ્છતા પ્રત્યે સભાન કરવાનું હતુ. એ સમયે અચાનક ફાટી નીકળેલા યુધ્ધમાં આન્ના અને તેના સહયોગીઓએ ઘાયલ સૈનિકોને મદદ કરી અને સારવાર અપાવી. આ નૂતન કાર્ય તેમણે દેશ કે સીમાડા ધ્યાનમાં લીધા વગર યુધ્ધમાં ઘાયલ તમામ સૈનિકોને સમાન ગણી ને કર્યુ અને માનવતાની મિસાલ કાયમ કરી..!  શાંતિ અને માનવતાનો આ સંદેશ તેમણે યુધ્ધ પૂરુ થયા પછી પણ જીવનપર્યંત જાળવી રાખ્યો. આન્ના મારીયાનું 12 મે 1907ના અવસાન થયુ એ પછી તેની જ પુત્રી અન્ના જાર્વીસે પોતાની માતા અને તેના સત્કર્મોને જીવંત રાખતા વિશ્વભરની માતાઓને આ દિવસે વર્ષમાં એક વખત ગૌરવ અપાવવા રુપે મધર્સ ડે ઉજવવાનું એલાન કર્યુ. શરુઆતમાં માત્ર થોડા ગામ સુધી સીમિત રહેલ આ ઉજવણી થોડા સમયમાં રાસ્ટ્રપતિ વુડ્રો વિલ્સને મે માસ ના બીજા રવિવારને મધર્સ ડે તરીકે ઉજવવાનું અને તે દિવસે રાષ્ટ્રીય અવકાશ(રજા)નું એલાન કરતા રાષ્ટ્રીય તહેવાર સમાન બની ગયુ.
ભારતમાં મહારાષ્ટ્ર માં પાઠારે પ્રભુ સમાજ દ્વારા માતાનું મહિમા ગાન કરતો એક માતૃત્વ દિવસ ચોક્કસ ઉજવાય છે પણ તેની પાછળનો ઉદ્દેશ્ય મોર્ડન મધર્સ ડે થી થોડો જૂદો છે. આથી ભારતના લોકો પણ આજના ડીજીટલ યુગ માં અમેરીકાને અનુસરી મધર્સ ડે દર વર્ષે મે માસના બીજા રવિવાર ના રોજ ઉજવે છે.
મધર્સ ડે નું વ્યાપારિકરણ
કાર્ડ- ગીફ્ટસ-ચોકોલેટ ના ઉત્પાદકોએ આ દિવસનો ખૂબ પ્રચાર કરી અને પોતાની ચીજોનું મધર્સ ડે ના ઉપલક્ષે માર્કેટીંગ કર્યુ. ધીમે-ધીમે આ દિવસનો મૂળ મર્મ માર્યો ગયો અને લોકો માતા પ્રત્યે પોતાની ફરજ ભૂલીને તેના બદલે માત્ર કાર્ડ મોકલી સંતોષ મેળવતા થયા...! આ સમગ્ર વ્યાપારિકરણથી વ્યથિત બની આન્નાએ મધર્સ ડે નો વિરોધ કરવાનું ચાલુ કર્યુ... તેના મતે આ મધર્સ ડે નહિ પણ હોલમાર્ક* ડે (*હોલમાર્ક એક પ્રતિષ્ઠીત કાર્ડ બનાવતી કંપની છે. ) કહેવાનું ચાલુ કર્યુ ...! તેમના મતે માત્ર કાર્ડ આપવાથી માતા પ્રત્યે સન્માન નહિ પણ માત્ર એક આળસ પ્રદર્શિત થાય છે... આન્નાએ આ વ્યાપારિકરણ થી અત્યંત દુઃખી થઈ મધર્સ ડે ઉજવણી બંધ કરવા જીવન ભર પ્રયાસો કર્યા. ! કદાચ કોઈ કાર્ડ કંપની પાસે સમજૂતિ કરી ઘણા પૈસા કમાઈ શકે તેવી પરિસ્થિતિ હોવા છતા આન્નાએ આજીવન મધર્સ ડે ના વિરોધમાં પોતાનું જીવન અત્યંત ગરીબ હાલતમાં ગાળ્યુ.
પંચ લાઈન
ખેર કાર્ડ નો મહિમા એસ.એમ.એસ અને ઈમેલના જમાનામાં થોડો ઓછો ચોક્કસ થયો છે પણ આખરે માતાને ગૌરવ આપવાના ઉદ્દેશ્ય થી સ્થપાયેલ આ દિવસ એક શિષ્ટાચાર અને માત્ર દેખાડો બની ને રહી જાય છે. મોટા ભાગના લોકો આ દિવસથી અજાણ હોય છે અને થોડા ઘણા જે જાણે છે તે સોશ્યલ નેટવર્કીંગ સાઈટ્સ પર કે અન્ય સંચાર માધ્યમ દ્વારા પોતાનો માતૃપ્રેમ પ્રગટ કરે છે. જોકે વધી રહેલા વૃધ્ધાશ્રમો અને ઘરડાઘરો મધર્સ ડે જેવો દિવસ ખરેખર આપણે મનાવવો જોઈએ કે કેમ તેના પર પ્રશ્નાર્થ ચિહ્ન ચોક્ક્સ મૂકે છે...! . 

આ સાથે આરાધનાબેન ભટ્ટ - સૂર સંવાદ રેડીયો - સિડની-  ઓસ્ટ્રેલિયા દ્વારા લેવાયેલ મારો મધર્સ ડે સંબંધી ઈંટરવ્યુ  પણ મૂકેલ છે 
Mother's day Interview by Aaradhnaben Bhatt by gujmom

કેટલાક મમળાવવા લાયક અવતરણો

શિશુનો જન્મ એ માતાનો પણ પુનઃજન્મ છે કારણકે આ પહેલા તે માત્ર સ્ત્રી હતી...! માતા એ તેનો અત્યંત નાવીન્યપૂર્ણ અવતાર છે.રજનીશજી ઓશો

શહેરી માતા બાળકને સતત ડીલીવર કરે છે ...! પહેલા ટેબલ પર અને પછી સ્કૂટર/કાર દ્વારા  જીવન પર્યંત ...! – પીટર દ વ્રાઈસ

જગત માં માત્ર એક જ બાળક સૌથી સુંદર છે અને દરેક માતા પાસે તે છે. ...!” – એક ચીની કહેવત

જ્યારે એક રોટલી ના ચાર ટૂક્ડા હોય અને ખાવા વાળા પાંચ હોય ત્યારે જે સૌથી પહેલા બોલે કે મને ભૂખ નથી તે વ્યક્તિ એટલે મા ...! – ટેનેવા જોર્ડન

હાલરડુ એ એક એવી પ્રક્રિયા છે કે જે માતાને મનુષ્ય થી સંત નો દરજ્જો આપે છે. “ -  જેમ્સ ફેંટન




આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Sunday, March 20, 2011

વિશ્વની સૌપ્રથમ માતૃત્વ અને શિશુસંભાળ તથા રસીકરણ અંગેની ગુજરાતી વેબ નું વિમોચન્.


સહર્ષ જણાવવાનું કે સૌ પ્રથમ વખત ગુજરાતી ભાષામાં મારા દ્વારા રચિત
1.       માતૃત્વ અને શિશુ સંભાળ અંગેની વેબ સાઈટ – gujmom.com
2.       બાળકોનાં રસીકરણ અંગેની વેબ સાઈટ – bal-rasikaran.com
3.       બાળકોનું રસીકરણ પુસ્તક
ના વિમોચન નો પ્રસંગ જામનગર ખાતે તા. 19-3-2011 ના યોજેલ જેમાં પ્રોફેસર વસુબેન ત્રિવેદી ના વરદ હસ્તે વેબ સાઈટ અને પુસ્તકો રીલીઝ થયા.



gujmom.com વિશે
સગર્ભાવસ્થાથી જ અનેક સપનાઓથી અંજાયેલ આંખોમાં ભવિષ્ય અંગે અનેક ચિંતાઓ અને અનેક પ્રશ્નો પણ ઉમટી ઉઠે છે. આ દરેક પ્રશ્નોનું નિરાકરણ લાવવા જરુર પડે છે માર્ગદર્શક મિત્રો- તબીબી સલાહ અને વૈજ્ઞાનિક સાહિત્યની...! પરંતુ આવા મિત્રો હોવાનું સદભાગ્ય દરેક વ્યક્તિને સાંપડતુ નથી. વળી તબીબ મિત્રો પોતાના વ્યસ્ત સમયમાં દરેક નાની બાબતોનું ઝીણવટભર્યુ માર્ગદર્શન આપી શક્વાને અસમર્થ હોય છે. વૈજ્ઞાનિક સાહિત્યની સદાય ઉણપ રહી છે ખાસ કરીને આપણી ભાષામાં...! અંગ્રેજી ભાષામાં ઉપલબ્ધ સાહિત્ય સમાજ્ના દરેક વર્ગને લાગુ પડે તેવુ હોતુ નથી અને તેમાંની ઘણી ખરી માહિતી પશ્ચિમી સંસ્કૃતિ અનુસાર હોય છે આથી ભારતીય પરિવારોને ઘણી સલાહ અનુચિત પણ લાગે છે. ઘણી વેબ સાઈટ પરની માહિતી ઘણી વખત પ્રાયોજકનું  વ્યવાસાયિક હિત જાળવવા વૈજ્ઞાનિક માહિતી સાથે ચેડા પણ કરે છે. આથી એક સંપૂર્ણ વૈજ્ઞાનિક માહિતી સભર સ્ત્રોત કે જે આપણી ભાષામાં કોઈ પણ વ્યાવાસાયિક અભિગમ વગર જરુરી જ્ઞાન પીરસે તેની અત્યંત જરુરિયાત અનુભવાઈ રહી છે. આ જરુરીયાત ને સંતોષવા મારા પ્રથમ પુસ્તક ´ માતૃત્વની કેડી નું સર્જન કર્યુ અને તેની અપાર સફળતા પછી દૂર-સૂદૂર ના લોકોને ઘેર બેઠા વધુ સુંદર રીતે સચિત્ર અને ઓડીયો તથા વિડીયો સાથે આ માહિતી આપવાના હેતુ થી આ વેબ સાઈટ નું સર્જન થયુ છે.
વેબ સાઈટમાં  સગર્ભાવસ્થાની વિવિધ સારસંભાળ(આહાર-યોગ-મેડીકલ તપાસ- ભયજનક અવસ્થાઓ)- ડીલીવરી(સીઝેરીયન/નોર્મલ) વિશે, પ્રસુતિ પછીની સંભાળ, નવજાત શિશુ માટે ની વિવિધ તૈયારી (ક્પડા- સાધનો–રમક્ડા-જરુરી ઘર વપરાશની ચીજો) , નવજાત શિશુ માટેની સંભાળ (સ્તન પાન-ચેપથી બચાવ-કાંગારુ મધર કેર- નવડાવવા અને માલિશ વિશે ), નિઃસંતાન દંપતિ માટે સૂચનો જેવા અનેક વિવિધ વિભાગ ખૂબ સુંદર રીતે અપાયેલ છે. વળી જો વાચક મિત્ર ને કોઈ પ્રશ્ન હોય તો તે પૂછવા માટે વિભાગ અને ડીલીવરીની સંભવિત તારીખ ગણતરી માટે ખાસ ગેઝેટ પણ છે.
bal-rasikaran.com વિશે
 વૈજ્ઞાનિક સંશોધનોની હરણફાળે રક્ષણ આપતી અનેક રસીઓ શોધી કાઢી છે પરંતુ આ લિસ્ટ લાંબુ થતુ ગયુ તેમ માતા-પિતાને માટે મૂંઝવણો પણ વધતી ચાલી છે. આવા સમયે બાળરોગ ચિકિત્સકો અને રસીકરણ કરતા તમામ ડોક્ટર મિત્રો પાસે માતા-પિતા એક સાચી સલાહની અપેક્ષા રાખે છે. પરંતુ દરેક રસીકરણ અંગે અનેક પાસાઓ જેમકે બાળકને તે રોગ થવાનુ જોખમ, ખર્ચનુ આર્થિક પાસુ, રસીની અસરકારકતા અને રસી વિશે હાલના તબક્કે ઉપલ્બ્ધ વૈજ્ઞાનિક સલાહ વિ. ને વિસ્તૃત રીતે સમજાવવુ સમયની વ્યસ્તતાને લીધે લગભગ અશક્ય હોય છે. રસીકરણ વિશે નિષ્પક્ષ અને સાચી વૈજ્ઞાનિક માહિતી આપતા પુસ્તકો અંગ્રેજી માં અને મેડીકલ ભાષા માં હોવાથી આપણે દર્દીઓને આવુ કોઈ સાહિત્ય આપી શકતા નથી. જેથી  માતા-પિતા ને પોતાને ઉદભવતા પ્રશ્નો નુ નિરાકરણ થતુ નથી. આમ આ સંદર્ભે સરળ શબ્દોમાં કામની વાત કરે તેવા લોક ભોગ્ય સાહિત્ય ની ખૂબ તાતી જરુરીયાત મને જણાય છે.
આ રસીકરણ અંગેની વેબસાઈટ તમામ નવી અને જૂની રસીઓ – તેમનાથી કયા રોગ અટકાવી શકાય – તે રોગના લક્ષણો – રસી વિશે ની વિગતો – માતાપિતાને ધ્યાનમાં લેવાની બાબતો – રસીકરણ નો દુઃખાવો કેમ ઘટાડી શકાય રસીઓના શોધકો વિશે – રસીકરણ વિશેના પ્રશ્નો અને વિવિધ દેશો ના રસીકરણ પત્રકો જેવા પાસા આવરીલે છે. 
વેબસાઈટની ખાસ વિશેષતા તેમાં અપાયેલ રસીકરણ કેલેંડર છે કે જેમાં માત્ર બાળકની માત્ર જન્મ તારીખ દાખલ કરતાજ તેને જન્મ થી 15 વર્ષની ઉંમર સુધી દેવી પડતી તમામ રસીઓની તારીખ આવી જાય છે. જે માતા પિતાને ખૂબ ઉપયોગી થશે.
 આ વેબસાઈટ મુખ્યત્વે અનેક તટસ્થ વૈજ્ઞાનિક પુસ્તકો, ભારત સરકારશ્રી દ્વારા સૂચિત રસીકરણ માર્ગ દર્શિકાઓ, વિશ્વ આરોગ્ય સંસ્થા અને યુનિસેફ દ્વારા પ્રકાશિત સાહિત્યના આધારે સંકલિત માહિતી છે જેને મેં માતા પિતાના દ્રષ્ટિકોણને અનુલક્ષી પીરસી છે.રસીકરણ વિશે અનેક ઉપયોગી વિડીયો અને અનેક જ્ઞાનવર્ધક વિભાગો છે. 


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

 - ડો.મૌલિક શાહ

 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Thursday, March 10, 2011

ભણવાની ઋતુ આવી... (the exam season arrived...)




મિત્રો

ધોરણ 10 અને 12 ની આવી રહેલી પરિક્ષાના વાતાવરણમાં દરેક વિદ્યાર્થી મિત્રોની હાલત કદાચ આ ચિત્રની મીણબત્તી જેવી જ હશે પણ યાદ રાખજો મિત્રો ... ડર કે આગે જીત હૈ.... !!!

 વિદ્યાર્થી મિત્રો અને વાલીઓને સમર્પિત કરુ છુ આ વિડીયો સોંગ ...




ભણવાની ઋતુ આવી.... 

ગીતકાર - ડો. મુકુલ ચોકસી
સંગીત - મેહુલ સુરતી
ગાયક - અમન લેખડીયા અને વૃંદ
વિડીયો એડીટ - ડો. મૌલિક શાહ




આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. -

 ડો.મૌલિક શાહ 

 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
 એમ.પી.શાહ મેડીકલ કોલેજ
 જામનગર (ગુજરાત)

Wednesday, March 2, 2011

બ્લોગ જગતના દાદાની “દાદાગીરી “ …!


આંગણવાડી ના કાર્યકરોને પ્રણવ મુખરજીએ આ બજેટમાં ખરેખર રાજી કર્યા એ પણ માત્ર એમના હકનું આપીને...! ઘણા મિત્રોને કદાચ એ ખબર નહિ હોય કે આંગણવાડી ભલા કઈ બલા છે ? તો તેમની જાણકારી માટે કહેવાનું કે - આંગણવાડી ખૂબ ઓછા સાધનોથી પણ ખૂબ દિલથી ચલાવાતુ આયોજન છે. આંગણવાડી વર્કર બહેન ખૂબ ઓછા વેતને પણ સુંદર કાર્યવાહી કરે છે. આરોગ્યસેવાના માળખામાં તેનુ સ્થાન પાયાનુ છે. બાળકોને અહીં રમાડવાની સાથે થોડી જ્ઞાન સાથે ગમ્મત જેવી સુંદર શૈલીમાં શૈક્ષણિક કાર્ય પણ થાય છે. બાળકોને એકવાર સારો પૌષ્ટીક નાસ્તો પણ અપાય છે. જાણીને નવાઈ લાગશે કે વિટામિન સી અને આર્યન ઉમેરેલી (ફોર્ટીફાઈડ) પીપરો અને ચોકલેટો ખાસ આ બાળકોને અપાય છે.!! બાળકોને પ્રોટીન થી સભર ખોરાક મળે તે માટે ખાસ વૈજ્ઞાનિક રીતે તૈયાર કરાયેલ  બાલભોગ્  નામે ઓળખાતો લોટ પણ માતાઓને અપાય છે જેનો રોજીંદા ખોરાકમાં ઉપયોગ કરી બાળકને તંદુરસ્ત રાખી શકાય છે. આ બાલભોગનો શીરો કે અન્ય વાનગી બનાવવાની રેસીપી પણ આ બહેનો માતાઓને શીખવે છે.
આવા આંગણવાડી કાર્યકરોને તેમની સુંદર કાર્યવાહી માટે જો પ્રોત્સાહિત કરવામાં આવે તો જ તેમનું ભગીરથ કામ તેમના નિમ્ન વેતન ( 1000 રુ – 2009 માં 1500 રુ -2010 માં હવે 2011/12 માં 3000 રુ ) માં પણ કરવા ઉત્સાહ રહે.
આ વર્કર બહેનો વિશે મેં એક આર્ટીકલ - નાનુ નામ મોટા કામ ...!  તા. 17-7-2009 ના રોજ મારા બ્લોગ પર લખેલ (http://matrutvanikediae.blogspot.com/2009/07/blog-post_17.html) આ લેખને બ્લોગના અનેક વાચકમિત્રોએ પસંદ કર્યો અને પોતાની લાગણી કોમેન્ટ લખી વ્યક્ત કરી. અમેરીકા નિવાસી અને બ્લોગ જગતના દાદા એવા શ્રી સુરેશ ભાઈ જાનીને એટલો હર્ષ થયો કે તેમણે લેખના નાયિકા બહેનને માટે અને આંગણવાડી માટે એક રકમ પુરસ્કાર રુપે આપવા મને વિનંતી કરી અને ખાસ આગ્રહ કર્યો કે આ કાર્યમાં તેમનુ નામ ક્યાંય જાહેર ન કરવુ..!  મારી મૂંઝવણ વધી પડી કારણકે વર્ણવેલ પ્રસંગ સમાન ઘટના લગભગ ઘણા ખરા આંગણવાડી વર્કરના કાર્યમાં બનતી જ હોય છે. માત્ર જામનગરમાં જ 1500 આંગણવાડી કાર્યરત છે. એમાંથી માત્ર એકને સન્માનિત કરીએ તો એ યોગ્ય નથી. અમે આંગણવાડીના કાર્યક્ષમ ઉપરી ઓફીસરોને મળ્યા સદભાગ્યે પારુલબેન અને ઈલાબા જેવા ફરજ પરસ્ત ઓફિસરો એ આ માટે વિચાર્યુ અને ગત વર્ષની વિવિધ આંગણવાડી સેવાકીય પ્રવૃતિ અને કાર્યવાહીના આધારે એક આંતરીક મૂલ્યાંકન કર્યુ . અંદાજે 30 દિવસને અંતે અમે કુલ છ આંગણવાડીને પસંદ કરી અને તેમને ફરી એકવાર આઈ.એમ.એન.સી.આઈ  પ્રોગ્રામ કે જેને આધારે નવજાત શિશુ અને બાળકોની માંદગી માં સારવાર અપાય છે તે માટેના જ્ઞાનની ચકાસણી કરાઈ.!! તમામ છ આંગણવાડી વર્કરો કસોટીમાં ખરા ઉતર્યા.! અમો એ સુરેશ ભાઈ ને જાણ કરી અને એમણે આ તમામ આંગણ વાડી વર્કરોને માટે ચેક મોકલી આપ્યા. આંગણ વાડીના ઈતિહાસમાં કદાચ પ્રથમ વાર એક પર વતનથી દૂરના માનવી એ વતનના આ આરોગ્ય રક્ષકોને સન્માન્યા છે. ખૂબ જ નાના મહેનતાણામાં પણ ફરજ પર દિલથી તત્પરતા દર્શાવતા આ બહેનો ને હર્ષ થાય તેવુ આ સન્માન એમણે પહેલીવાર થયુ . (બ્લોગ આર્ટીકલ- બ્લોગથી થયું એક શુભકામ...) 2009ના અંતે આ કાર્યક્રમ પ્રથમ વાર થયો અને સુરેશભાઈ ની ખાસ સૂચનાથી આ આર્ટીકલમાં મેં તેમની આ સખાવત ગુપ્ત રાખી. પણ તેમણે આ કાર્ય પ્રતિવર્ષ કરવા તત્પરતા દેખાડી.
હવે વર્ષ આવ્યુ 2010નું અંતે અમો એ ફરી છ આંગણ વાડી વર્કર ને પસંદ કરી ને સુરેશ ભાઈ ને જાણ કરી અને અમારો આનંદ બમણો થયો કે તેઓ આ વખતે ભારતમાં જ હતા. અમારા ખાસ આગ્રહને માન આપી તેઓ જામનગર પધાર્યા. તેમની હાજરીમાં છ આંગણ વાડી વર્કરો ને પ્રોત્સાહિત કરાયા. જિલ્લા પંચાયત સભાગૃહમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી વસોયા સાહેબ અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીની હાજરીમાં આ કાર્યક્રમ દબદબા ભેર સંપન્ન થયો. આંગણવાડી કાર્યકર્તાઓ દ્વારા શ્રી સુરેશ ભાઈનું શાલ ઓઢાડી સન્માન કરાયુ. સમારોહ માં સુરેશભાઈ એ ખૂબ ભાવવિભોર થઈ વાત કરીકે એમની જીંદગીમાં જ્યારે એમના પૌત્રોની સાથે સમય ગાળ્યો અને અને તેમના ઉછેરમાં માનો રોલ જોયો ત્યારે તેમને આખી જિંદગીભર આજીવિકા રળવાનું કામ વધુ સહેલુ લાગ્યુ. કદાચ એટલે જ માતા સમાન કાર્ય કરતી આ આંગણ વાડી વર્કરો ને બિરદાવવાનું એમને વધુ ગમ્યુ. અને આજીવન પ્રતિવર્ષ આ કાર્ય કરવાનું બીડુ ઉઠાવી લીધુ છે.
આ લેખમાં પણ પોતાનું નામ લખવાની શ્રી સુરેશ ભાઈએ મનાઈ કરી છે છતા પણ મને લાગે છે વધુ વખત એ ઢાંકી રાખવુ શક્ય નથી. અને કદાચ બ્લોગ જગતના અસંખ્ય વાચકોને આ સત્કાર્ય ની જાણ થવી મને જરુરી લાગે છે. વળી છેવાડાના આ અંગણ વાડીને યોગ્ય રીતે જો કાર્યરત રાખી શકીશુ તોજ ગુજરાત ની આવતીકાલ વાઈબ્રન્ટ બનશે. આ વર્ષે અમો કુપોષિત બાળકો માટે ખાસ કાર્ય કરવા ઈચ્છીએ છીએ અને આ માટે આપ સૌની ભાગીદારી જરુરી છે.    


આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

 - ડો.મૌલિક શાહ
 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
 એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Saturday, December 25, 2010

સ્કૂલે જતા વિદ્યાર્થી મિત્રો માટે હેલ્થ વિડીયો - 2

મિત્રો

સ્કૂલે જતા વિધ્યાર્થી મિત્રો માટે ઉપયોગી આરોગ્ય લક્ષી વિડીયોની શ્રેણી આગળ ધપાવી રહ્યો છુ.

આજે રજૂ કરુ છુ. બીજા બે વિડીયો

1. સ્વચ્છતા અને આરોગ્ય વિષયક

બાળકોને સ્વયં સ્વચ્છ રહેવાની વાત અને તે પણ સચીન તેંડુલકર શીખવાડે તો.... જુઓ ત્યારે ...
યુનિસેફની પોપ્યુલર એડનો અહિં સાભાર પ્રયોગ થયો છે.


2. આંખો ની જાળવણી

શાળાના ભણવાના વર્ષોથી  જ આંખો નું જતન કરવુ ખૂબ જરુરી છે એ વાત અને સાથે આંખની ટૂંકી દ્રષ્ટિની ખામી વિશે તથા વિટામીન- એની ખામી વિષે જાણો.



આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Thursday, December 16, 2010

બાળકોને ઉપયોગી આરોગ્ય વિષયક વિડીયો

મિત્રો
શાળાએ જતા બાળકોમાં આરોગ્ય અંગે ઘણી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓ દૂર કરવા અમો શાળાના બાળકોને માટે કેટલીક શિક્ષણાત્મક વિડીયો તૈયાર કરી છે.

1. બાળકોમાં પાંડુરોગ કે એનીમીયા વિષે



2. યોગ અને આઉટડોર સ્પોર્ટસ વિષે




આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Wednesday, November 24, 2010

મોટી ઉધરસ (પર્ટયુસીસ) ફરી માથુ ઉંચકી રહ્યો છે. ...


કેટી અને ક્રેગ બંને ખૂબ ખુશ હતા કે ઈશ્વરની મહેરબાનીથી આજે તેમના ઘેર શિશુનું આગમન થયુ હતુ. આ ખુશી કદાચ અન્ય ખુશીની સરખામણીએ ચાર ગણી હતી કારણકે ચાર વખત કસુવાવડ પછી કેટીએ પ્રથમ વખત સંપૂર્ણ ગર્ભાવસ્થા પૂરી કરી અને એક સ્વસ્થ શિશુને જન્મ આપ્યો હતો. આ નાના શિશુને નામ અપાયુ કેલી ...! કેલીની કિલકારીઓ આ ઘર ને ફરી ગુંજાવી રહી હતી. આ શિશુનું આગમન ફરી એક વાર ઘરને ઘર બનાવી રહ્યુ હતુ.

35 દિવસ સુધી કેટી ને કોઈજ તકલીફ ન હતી. પછી એક દિવસ કેલીને મામૂલી ખાંસી થઈ હોય તેવુ લાગ્યુ. ક્રેગ અને કેટી તાત્કાલિક તેને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે તપાસીને કહ્યુકે આ માત્ર સામાન્ય શરદી જેવુ છે. અને કેલી પણ એ વખતે મજાથી રમતી લાગતી હતી. પણ ઉધરસની તકલીફ ચાલુ રહી અને તે પછી કેટલાક દિવસો ગયા. કેલી ને ફરી ડોક્ટરને દેખાડવા લઈ જવાના દિવસે અચાનક ખાંસી ખૂબ વધી અને કેટી અને ક્રેગ કેલીને લઈ ને હોસ્પીટલ દોડી ગયા. કેલીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અને હોસ્પીટલમાં વધુ સારવાર થાય તે પહેલા કેલીનો શ્વાસ થંભી ગયો.

કેલીની મેડીકલ તપાસ દ્વારા જાણવા મળ્યુ કે કેલીને મોટી ઉધરસ(pertussis)નો રોગ લાગુ પડ્યો હતો. આ રોગ સામાન્ય રીતે પર્ટુયુસીસ નો રોગ બોર્ટાડેલ પર્ટ્યુસીસ નામક બેક્ટેરીયા થી થાય છે. આ રોગના બેક્ટેરીયા મુખ્યત્વે હવા દ્વારા ચેપગ્રસ્ત મનુષ્યના સંસર્ગમાં આવતા તંદુરસ્ત મનુષ્ય માં ફેલાય છે. બાળકોમાં આરોગ સામાન્ય રીતે 3(ત્રણ)માસથી લઈને 5 (પાંચ) વર્ષ સુધી જોવા મળે છે. પરંતુ હમણા આ રોગના કેટલાક કેસો 10 વર્ષથી મોટામાં પણ જોવા મળે છે. આ રોગમાં પ્રારંભિક લક્ષણોમાં શરદી –સળેખમ અને હળવો તાવ હોય છે. આ સાથે ખાંસી શરુ થાય છે જે ધીમે ધીમે વધતી જાય છે. આ ખાંસી સામાન્ય રીતે કંઈ પણ ખાવાની સાથે કે રમતમાં ઝડપથી શ્વાસ લેવા સાથે પણ શરુ થઈ જાય છે અને પછી ખૂબ લાંબો સમય સુધી બાળક ખાંસતુ રહે છે તેનો ચહેરો લાલઘુમ થઈ જાય છે અને તેને શ્વાસમાં તકલીફ પણ પડે છે. મોટાભાગના કિસ્સામાં બાળક ખાંસતા ખાંસતા એક ખાસ પ્રકારનો ઉંડો શ્વાસ લે છે જે આ રોગનુ ખાસ લક્ષણ છે તેને અંગ્રેજી માં વ્હુપ (whoop) કહેવાય છે આથી આ રોગને અંગ્રેજીમાં વ્હુપીંગ કફ (whooping cough)તરીકે ઓળખાય છે. આ રોગમાં ખાંસીની તકલીફ લાંબો સમય ચાલતી હોવાથી તેને ગુજરાતીમાં મોટી ઉધરસ તરીકે ઓળખાય છે. જો બાળક નાની વયનુ હોય અને રોગની ગંભીરતા વધુ હોય તો ઘણી વાર દાખલ પણ કરવુ પડે કારણકે રોગની અન્ય તકલીફો જેવીકે ન્યુમોનીયા- મગજમાં સોજો – મગજમાં લોહીની ગાંઠ થવી – નિર્જલન વિ. શિશુ માટે જાનલેવા સાબીત થતુ હોય છે.

આ રોગ કેલીને ખૂબ નાની ઉંમરે થયો અને આ જ કારણે તે જાનલેવા સાબીત થયો. 1940 માં આ રોગ સામેનું અસરકારક રસીકરણ ડી.પી.ટી. ની રસી રુપે આવ્યા પછી મોટી ઉધરસના કેસમાં ખૂબ ઘટાડો જોવા મળેલ હતો અને આ પછી આવા કેસ ભાગ્યેજ જોવા મળતા હતા. અમેરીકામાં 2009ની સાલમાં મોટી ઉધરસના 17000 કેસ જોવા મળેલા. આમ ફરી એક વાર આ રોગના કેસ વધી રહેલા જોવા મળે છે. મોટાભાગના આ કેસ 10 થી 18 વર્ષના બાળકો અને વયસ્કોમાં જોવા મળેલા. આ ઉંમર ના બાળકોને મોટાભાગે સામાન્ય બિમારી અને થોડા દિવસની ખાંસી થી વધુ તકલીફ નથી જોવા મળતી. પરંતુ તેમનાથી જો છ માસથી નાના બાળકોને જો આ રોગનો ચેપ લાગે તો તે ઘણો ગંભીર બની શકે.

ભારતમાં આ માટેનું રસીકરણ DPT (ત્રિગુણી ) દોઢ માસે – અઢી માસે – સાડા ત્રણ માસે અને બુસ્ટર - દોઢ વર્ષ અને પાંચ વર્ષ ઉંમરે અપાય છે. પરંતુ હવે 10-18 વર્ષના બાળકોને પણ પર્ટ્યુસીસનું રસીકરણ આપવાની ભલામણ કરાઈ છે. દસ વર્ષે અને પંદર વર્ષે જ્યારે અગાઉ માત્ર ટીટેનસ (ધનુરની રસી) (T.T) વપરાતી ત્યાં હવે માત્ર ધનુરને બદલે ડીપ્થેરીયા અને પર્ટ્યુસીસ ની રસી પણ જરુરી છે તેવી ભલામણ વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ એ કરી છે. આ રસીઓ માં ડીપ્થેરીયા અને પર્ટુય્સીસના ભાગોનુ પ્રમાણ બાળકો માટેની ડી.પીટી (D.T.wP) થી ઘણુ ઓછુ હોય છે જ્યારે ટીટેનસ ના ભાગનુ પ્રમાણ મૂળ રસી જેટલુ જ હોય છે. આવી રસી ટીડી.એપી (Tdap)રસી તરીકે ઓળખાય છે. ઈન્ડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા હાલ આ રસી બાળકના માતા-પિતાની સાથે ચર્ચા કરીને 10 થી 12 વર્ષની ઉંમરે અપાવવાની ભલામણ કરાઈ છે. આ બાળકોને થતા રોગના કેસ ઘટે તો કદાચ અન્ય નાની વયના શિશુને પણ ચેપ લાગવાની સંભાવના ઘટે.

તસ્વીર સૌજન્ય - http://abcnews.go.com



આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Thursday, July 8, 2010

માતૃ ઈચ્છા એ જયારે ઈશ્વરને મનાવ્યો ...


ગુજરાત ના એક જાણીતા શહેરના એક નામાંકિત સ્ત્રી રોગ વિશેષજ્ઞ સ્મિતાબેન આજે ખૂબ ખૂશ હતા.  સ્ત્રી રોગ વિશેષજ્ઞ તરીકે અનેક સ્ત્રીઓને માતૃત્વની કેડીએ એક રાહબર તરીકે સાથ આપ્યા બાદ આજે ઈશ્વરકૃપાથી તેમને ત્યાં પણ એક ફૂલ ખીલવાના એંધાણ એમના પોતાના પ્રેગ્નન્સી ટેસ્ટ પોઝીટીવ આવ્યા બાદ જણાઈ રહ્યા હતા. યસ કોંગ્રેચ્યુલેશન્સ ! યુ આર પ્રેગ્નન્ટ! એવુ અનેક લોકોને કહેનાર ડોક્ટરને આ વિધાન હવે પોતાની જાતને જ કહેવાનુ થયુ ત્યારે તે વિધાન સાથે પોતે અનેક લોકોને કેટલી ખુશી આપી હશે તેનો પહેલી વાર અનુભવ હવે તેમને થઈ રહ્યો હતો. એમણે જ્યારે પોતાના ડોક્ટર પતિને આ વિષયે જાણ કરી ત્યારે તેમને પણ જીવનની સૌથી ખુશનુમા ઘડી આજે એમના ઘેર અટકી ગઈ હોય તેવુ લાગ્યુ.

એક પછી એક પાંચ મહિના પસાર થયા અને અચાનક પરિવારમાં એક સ્વજન નું અકાળે મૃત્યુ થયુ. આ સ્વજનના પરિવારમાં નાના બાળકો અને તેમની પત્ની સિવાય અન્ય કોઈ ન હોઈ બધી જવાબદારી સ્મિતાબેન અને તેમના પતિને અદા કરવી પડી. બધી વિધી અને અન્ય ફરજો અદા કરવામાં એમણે પાછુ વળીને ન જોયુ અને એમાં એકાદ મહિનો પસાર થયો. આ દુઃખદ સમયે સ્મિતાબેન ને પોતાના દર્દીઓ અને ઘર તથા સ્વજનની તમામ ફરજો આડે પોતાની કોઈ સંભાળ લેવાનું પણ કદાચ ભૂલાઈ ગયુ.

છઠઠા માસની શરુઆતે સ્મિતા બેન ગર્ભસ્થ શિશુની સોનોગ્રાફી અને એ જમાના માં નવાજ આવેલા થ્રીડી/ ફોર-ડી સોનોગ્રાફી મશીન કે જેમાં શિશુનો પ્રથમ ચહેરો જોઈ શકાય તે માટે અમદાવાદની એક પ્રખ્યાત હોસ્પીટલમાં ડો.મ્હેતા સાહેબ પાસે ગયા. આ એક નોર્મલ રુટીન પ્રક્રિયા છે કે જે દ્વારા શિશુની આંતરીક રચના અને અવયવો તથા નાળમાં લોહીનો પ્રવાહ વિ. જાણી શકાય છે. આ મશીન ના જાદુગર અને આ પ્રકારની સોનોગ્રાફીમાં મ્હેતા સાહેબ ની માસ્ટરી... ! મ્હેતા સાહેબ જે સોનોગ્રાફી થી કહે તે લગભગ દરેક કિસ્સામાં બ્ર્હ્મ વાક્ય બની જતુ હતુ. ઘણા ખરા કિસ્સામાં એમણે શિશુ વિશે કહેલી વાત લોકો માની શકતા નહી પણ આખરે શિશુના જન્મ પછી સત્ય સાબીત થઈ જતી. સ્મિતાબેન પણ સ્ત્રી રોગ વિષયક તેમના વિવિધ રીસર્ચ પેપરો ને લીધે ગુજરાત ભરમાં ધીમે ધીમે જાણીતા થઈ રહ્યા હતા અને એટલેજ કદાચ મ્હેતા સાહેબ પણ પોતાના થી ઘણા જુનિયર એવા આ ડોક્ટરને જાણતા હતા. પણ આજે મ્હેતા સાહેબ સ્મિતાબેનની સોનોગ્રાફી તપાસ કરી રહ્યા હતા. એ.સી. ચેમ્બરમાં એક શાંત માહોલ હતો. સોનોગ્રાફી મશીનના સ્ક્રીન પર આવતી વિવિધ છબીઓથી મ્હેતા સાહેબ શિશુ વિશે અનેક માહિતી એકત્ર કરી રહ્યા હતા અને એમાં શિશુ વિષયક કોઈ જ આંતરીક ખામી જણાતી ન હતી. પણ અચાનક જ સાહેબ નો હાથ અટકી ગયો. ગર્ભાશયમાં શિશુ ફરતે આવેલુ ગર્ભજળ ખૂબ ઘટી ગયુ હતુ. મશીનમાં દેખાતો આંકડો અત્યંત ભયજનક અવસ્થા સૂચવતો હતો. જો આજ પરિસ્થિતી રહે તો થોડા જ સમયમાં શિશુની પ્રિમેચ્યોર ડીલીવરી કરાવી પડે કે ગર્ભાશયમાં મૃત્યુ સંભવ હતુ. ... ! અત્યંત લાગણીસભર એવા મ્હેતા સાહેબને હવે એસી ચેમ્બરમાં પણ બેચેની અનુભવાતી હતી કારણકે આવા સમાચાર કેવી રીતે સ્મિતાબેન ને કહેવા... ?

વળી આ એક રુટીન ચેક માની ને સ્મિતા બેન એકલાજ તપાસ માટે ગયેલા હતા એટલે મ્હેતા સાહેબ માટે હવે કોઈ બીજો રસ્તો ન હતો... ! અંતે આ વજ્રઘાતનુમા સમાચાર સાહેબે કહેવા જ પડ્યા...કદાચ એક મા માટે આ સમાચાર પચાવવા ઘણા અઘરા હતા પણ સ્મિતાબેનને તેમની ડોક્ટરી સ્વસ્થતા અને મજબૂત માનસિકતાએ આ સમાચાર સ્વીકરવામાં મદદ કરી અને જેમ તેમ કરી એ ઘેર પાછા ફર્યા.

હવે મન પર એક જ પ્રશ્ન ઉદભવતો કે આવું શા માટે થયુ કારણ કે પાણી ઘટવા માટે જવાબદાર મોટા ભાગના કોઈ જ કારણ એમના શરીરમાં ન હતા. કદાચ એ પેલા એક માસની ચિંતા અને તણાવ થી બન્યુ હશે કે કેમ એ પણ સ્પષ્ટ ન હતુ. હવે ધીરે ધીરે એક મા માનસિક રીતે વધુ સુદ્રઢ બનતી જતી હતી પણ ડોક્ટર હ્ર્દય હવે મૂંઝાઈ રહ્યુ હતુ. બસ એક માએ નક્કી કરી લીધુ કે મારા બાળક્ને કંઈ જ નહિ થવા દઉ અને પછી દિવસ રાત જાગી લાઈબ્રેરી ફેંદી નાખી દરેક મેડીકલ પુસ્તકો કે જેમા આ પ્રકારની પાણી ઘટવાની સમસ્યા પર જે કાંઈ પણ સાહિત્ય લખાયેલુ મળ્યુ એની લીટી એ લીટી વાંચી નાખી આખરે એક પુસ્તકમાં ગર્ભાશયના પાણી પર ગર્ભવતી સ્ત્રીની પાણી પીવાની આદતો પરની અસર પર થોડુ લખાયેલુ જોવા મળ્યુ. બસ સ્મિતાબેને ડૂબતો માણસ તરણુ ઝાલે તેમ ખૂબ બધુ પાણી પીવાનું શરુ કર્યુ...! ઘણા બધા સેલાઈનની અને અન્ય બોટલો ઈંજેક્શન દ્વારા લીધી. જે કદાચ એ વખતે એટલી પ્રચલિત ન હતી અને લોકોને ખૂબ નવાઈ લાગતી. પણ કદાચ પ્રેમેચ્યોર ડીલીવરી અને શિશુ ના મૃત્યુના જોખમ સામે એક માતાને આ હાંસીપાત્ર ઠરવુ કે લોકોની ટીકા સહન કરવી મંજૂર હતી....! ખૂબ બધુ પાણી પીવાથી હાથે-પગે સોજા આવી જતા પણ આ બધુ એમને મંજૂર હતુ... અને ચમત્કાર થયો હોય તેમ આશરે પંદર દિવસ બાદની સોનોગ્રાફીમાં પાણીનું સ્તર થોડુ વધ્યુ. બસ સ્મિતાબેને આ સીરસ્તો ચાલુ રાખ્યો અને બીજા પંદર દિવસે ધીરે-ધીરે ફરી પાણી નું સ્તર વધ્યુ અને ધીમે-ધીમે બે માસે નોર્મલ થઈ ગયુ....!

આજના સમયે આ પધ્ધતિ ને મેડીકલ વિજ્ઞાન હાયડ્રેશન થેરાપી કહે છે. પરંતુ એ વખતે લગભગ 10-12 વર્ષ પહેલા આ વિષય માં ભાગ્યેજ કોઈ આ વિષયમાં વધુ જ્ઞાન પ્રચલિત હતુ. મને લાગે છે કે આ એક ડોક્ટર થી વધુ એક માની જીત હતી કે જેણે પોતાના સંતાનને બચાવવાનો નિર્ધાર કરી લીધો હતો અને ઈશ્વરે પણ તેમા સાથ આપ્યો કદાચ એમના હજારો ગરીબ દર્દીઓના સંતોષ ની દુઆઓ એ પણ ઈશ્વરેને આ કૃપા માટે પ્રાર્થના કરી હોય... ! અને સ્મિતા બેને તેમની પ્રસુતિ પહેલા સુધી (પોતાના લેબર પહેલા ત્રણ કલાક) સ્વસ્થ મન અને તન સાથે પોતાના દર્દીઓને પોતાની સેવા ચાલુ રાખી એ પણ એટલે સુધી કે જે દિવસે રાત્રે તેમાના ઘેર સુંદર સ્વસ્થ લક્ષ્મીજી પધાર્યા તે દિવસે સવારેજ હજુ એમણે અન્ય એક દર્દીનુ સિઝેરીયન સેક્શન નું ઓપરેશન કર્યુ એ પણ એક પૈસાના સ્વાર્થ વગર .... !

(સત્ય ઘટના પર આધારીત... પાત્રોના નામ અને સ્થળ બદલેલા છે.)




આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

- ડો.મૌલિક શાહ

એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ

એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Thursday, July 1, 2010

નવજાત શિશુ માટેની ખરીદી - ઘોડીયુ - ભારતીય / પશ્ચિમી



વધુ મોટુ કરી વાંચવા ચિત્ર પર ક્લિક કરો.
વધુ મોટુ કરી વાંચવા ચિત્ર પર ક્લિક કરો.
વધુ મોટુ કરી વાંચવા ચિત્ર પર ક્લિક કરો.

આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો.

 - ડો.મૌલિક શાહ
 એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ
 એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Tuesday, June 22, 2010

રેડનોઝ ડે - મારો રેડીયો ઈન્ટરવ્યુ

મિત્રો
ઓસ્ટ્રેલિયા ઉજવી રહ્યુ છે રેડ નોઝ ડે 25 જૂનના રોજ ... રેડ નોઝ એટલા માટે કે એ દિવસે સિડની ના રહીશો ખાસ જોકરની માફક લાલ કલરનું પ્લાસ્ટીક કે રબરનુ નાક લગાવી શહેર ભરમાં ફરે છે. શહેરની સેલિબ્રીટીનુમા વ્યક્તિ પણ આ દિવસે પોતાના નાક પર આ લાલ નાક ચડાવી સૌનો પાનો ચડાવે છે. અનેક લોકો આ સંદર્ભે દાન ની સરવાણી વહાવે છે !!!.

વેલ  આ દિવસ ઉજવાય છે એક ખાસ ઉદ્દેશ્ય માટે ...!!   આ ઉદ્દેશ્ય એટલે બાળમૃત્યુના મહત્વના કારણ SIDS પર જનજાગૃતિ લાવવી અને આ વિષય પર વધુ રીસર્ચ અને બાળકોની સારવાર માટે વધુ ધન ભંડોળ એકત્ર કરવુ. આ દિવસે SIDS થી મૃત્યુ પામેલા બાળકોના પરિવાર જનોને ખાસ દિલાસો આપવો અને તેમને સહાયભૂત થવા પ્રયાસ થાય છે. http://www.rednoseday.com.au/ પર લોગ ઈન કરી આપ વધુ માહિતી મેળવી શકશો.

સત્કાર્ય માટે દેશોના સીમાડા નથી નડતા. આ મહત્વપૂર્ણ કાર્ય માં મને પણ મારો સહયોગ આપવાનો લાભ મળ્યો છે  અને આ માટે નિમિત બન્યા શ્રી આરાધના બેન ભટ્ટ..! સૂર સંવાદ ગુજરાતી રેડીયો સિડની ઓસ્ટ્રેલીયા માટે આ વિષય સંબધી આરાધનાબેને મારો એક રેડીયો ટોક/ ઈંટરવ્યુ કર્યો અને આ 20 જૂન ના રોજ એ સમગ્ર વિશ્વમાં રીલીઝ થયો.. આ સુંદરતમ વિચાર અને લોકોપયોગી કાર્ય માટે સૂર સંવાદ રેડીયો ખરેખર અભિનંદન ને પાત્ર છે. મને પણ લાગ્યુ કે આ સરળ ગુજરાતી ઈન્ટરવ્યુ જો બ્લોગ પર મૂકી શકાય તો કદાચ ભારતમાં પણ SIDS થી મૃત્યુ અટકાવી શકાય....

તો પ્રસ્તુત છે કુલ પાંચ- પાંચ મિનિટના ત્રણ ભાગ માં આ ઈંટરવ્યુ ....



પાર્ટ -2



પાર્ટ - 3





આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)