મિત્રો
શાળાએ જતા બાળકોમાં આરોગ્ય અંગે ઘણી સમસ્યાઓ જોવા મળે છે. આ સમસ્યાઓ દૂર કરવા અમો શાળાના બાળકોને માટે કેટલીક શિક્ષણાત્મક વિડીયો તૈયાર કરી છે.
1. બાળકોમાં પાંડુરોગ કે એનીમીયા વિષે
2. યોગ અને આઉટડોર સ્પોર્ટસ વિષે
આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)
બ્લોગ પર અત્યાર સુધી પ્રદર્શિત
સુસ્વાગતમ્...
આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.
આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.
Showing posts with label gujarati video. Show all posts
Showing posts with label gujarati video. Show all posts
Thursday, December 16, 2010
Saturday, July 4, 2009
જોડીયા સંતાનો - 1
જોડીયા સંતાનો થવાનો દર કંઈક અંશે ઈ.સ. 1970 થી વધેલો જોવા મળે છે. આ માટે કેટલાક કારણો જોવા મળેલા છે જેમાં નિઃસંતાન દંપતિઓની સંતોત્પ્તિ માટે ની સારવારમાં વપરાતી દવાઓ- મોટી ઉંમરે માતૃત્વ ધારણ કરવુ-સંતાન પ્રાપ્તિની વિવિધ ટેકનીકો વિ.ને ગણાય છે.
જોડીયા શિશુને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય છે.
1. એક જ ફલિતાંડ માંથી ઉદભવેલા
(mono zygotic)
સામાન્ય રીતે એક શુક્રકોષ અને એક અંડકોષના મિલન થી એક ફલિતાંડ(zygote) બને છે. આ ફલિતાંડનું જો શરુઆતી બે દિવસમાં વિભાજન પામે તો બંને શિશુને પોતાની અલગ હેળ(placenta) અને અલગ ગર્ભકોથળી(amnion) હોય છે. જ્યારે જો આ વિભાજનની ઘટના બે અઠવાડીયા બાદ બને તો શિશુઓને એક જ પ્લેસેન્ટા(હેળ) અને એક જ ગર્ભ આવરણ હોય છેઆવા પ્રકાર માં બંને શિશુ એક જ કોથળી માં હોયછે. અને એક જ હેળ ને ગર્ભનાળ દ્વારા જોડાયેલા હોય છે. જુઓ નીચેનુ ચિત્ર...
આવા શિશુઓ બંને લગભગ એક સમાન બાહ્યદેખાવ અને એક જ જાતિના હોય છે. દા.ત. બંને પુરુષ કે બંને સ્ત્રી. સામાન્ય રીતે અંગ્રેજીમાં તેમને identical twins કહેવાય છે. સામાન્ય રીતે આવા શિશુનો દર 1000 પ્રસુતિએ 4 નો છે. વધુ જાણો આ નેશનલ જ્યોગ્રાફિકના વિડીયો પર...
2. દ્વિફલિતાંડ સર્જીત (dizygotic twins)
જ્યારે બે શુક્રકોષો બે અંડકોષોને ફલિત કરે અને બે ફલિતાંડ બને તો તેમને દ્વિફલિતાંડ સર્જીત (dizygotic twins) કહે છે. આમાં બંને શિશુઓ જુદા જુદા અને બાહ્યદેખાવ અને જાતિ માં અસમાનતા વાળા હોય છે.
હવે માણો જોડીયાઓ ની થોડી હળવી પળૉ... આ વિડીયો માં...
વધુ આવતી પોસ્ટે આપનો પ્રતિભાવ મોકલશો.....
જોડીયા શિશુને મુખ્યત્વે બે પ્રકારમાં વહેંચી શકાય છે.
1. એક જ ફલિતાંડ માંથી ઉદભવેલા
(mono zygotic)સામાન્ય રીતે એક શુક્રકોષ અને એક અંડકોષના મિલન થી એક ફલિતાંડ(zygote) બને છે. આ ફલિતાંડનું જો શરુઆતી બે દિવસમાં વિભાજન પામે તો બંને શિશુને પોતાની અલગ હેળ(placenta) અને અલગ ગર્ભકોથળી(amnion) હોય છે. જ્યારે જો આ વિભાજનની ઘટના બે અઠવાડીયા બાદ બને તો શિશુઓને એક જ પ્લેસેન્ટા(હેળ) અને એક જ ગર્ભ આવરણ હોય છેઆવા પ્રકાર માં બંને શિશુ એક જ કોથળી માં હોયછે. અને એક જ હેળ ને ગર્ભનાળ દ્વારા જોડાયેલા હોય છે. જુઓ નીચેનુ ચિત્ર...
આવા શિશુઓ બંને લગભગ એક સમાન બાહ્યદેખાવ અને એક જ જાતિના હોય છે. દા.ત. બંને પુરુષ કે બંને સ્ત્રી. સામાન્ય રીતે અંગ્રેજીમાં તેમને identical twins કહેવાય છે. સામાન્ય રીતે આવા શિશુનો દર 1000 પ્રસુતિએ 4 નો છે. વધુ જાણો આ નેશનલ જ્યોગ્રાફિકના વિડીયો પર...2. દ્વિફલિતાંડ સર્જીત (dizygotic twins)

જ્યારે બે શુક્રકોષો બે અંડકોષોને ફલિત કરે અને બે ફલિતાંડ બને તો તેમને દ્વિફલિતાંડ સર્જીત (dizygotic twins) કહે છે. આમાં બંને શિશુઓ જુદા જુદા અને બાહ્યદેખાવ અને જાતિ માં અસમાનતા વાળા હોય છે.
શા માટે એકથી વધુ શિશુ હોવાની પ્રસુતિ જોખમી છે ?
સામાન્ય પ્રસુતિ (કે જેમાં એક શિશુને જ જન્મ આપવાનુ છે) તેની સરખામણી એ એકથી વધુ શિશુ વાળી પ્રસુતિમાં શિશુનું મૃત્યુ થવાની સંભાવના ચારગણી છે. જેમ શિશુની સંખ્યા વધુ તેમ આ સંભાવના વધતી જાય છે. આમ થવાના મુખ્ય કારણો અધૂરા માસે જન્મ થવાની સંભાવના ઓછુ જન્મ સમયનુ વજન જન્મજાત ખોડખાંપણોનો વધુ રહેતો દર ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભાશયમાં ની વિવિધ સમ્સ્યાઓ જન્મ સમયે થતી ગૂંગળામણ અને નવજાત અવસ્થામાં સર્જાતી વિવિધ મુશ્કેલીઓ સામેલ છે.
આથી આવી પ્રસુતિ હંમેશા આધુનિક હોસ્પીટલ કે જ્યાં નવાજાત શિશુની સારી સંભાળ લેવાય ત્યાં કરાવવી જરુરી છે. આ માટે પ્રસુતિ પહેલા જ માતા આવા સેંટર માં સમયસર પહોંચી જાય તે હિતાવહ છે.
વળી આવા શિશુઓને જન્મ પછી પણ અનેક મુશ્કેલી પડી શકે છે.આથી આવી સમયસૂચકતા જરુરી છે.
સામાન્ય પ્રસુતિ (કે જેમાં એક શિશુને જ જન્મ આપવાનુ છે) તેની સરખામણી એ એકથી વધુ શિશુ વાળી પ્રસુતિમાં શિશુનું મૃત્યુ થવાની સંભાવના ચારગણી છે. જેમ શિશુની સંખ્યા વધુ તેમ આ સંભાવના વધતી જાય છે. આમ થવાના મુખ્ય કારણો અધૂરા માસે જન્મ થવાની સંભાવના ઓછુ જન્મ સમયનુ વજન જન્મજાત ખોડખાંપણોનો વધુ રહેતો દર ગર્ભાવસ્થા દરમ્યાન ગર્ભાશયમાં ની વિવિધ સમ્સ્યાઓ જન્મ સમયે થતી ગૂંગળામણ અને નવજાત અવસ્થામાં સર્જાતી વિવિધ મુશ્કેલીઓ સામેલ છે.
આથી આવી પ્રસુતિ હંમેશા આધુનિક હોસ્પીટલ કે જ્યાં નવાજાત શિશુની સારી સંભાળ લેવાય ત્યાં કરાવવી જરુરી છે. આ માટે પ્રસુતિ પહેલા જ માતા આવા સેંટર માં સમયસર પહોંચી જાય તે હિતાવહ છે.
વળી આવા શિશુઓને જન્મ પછી પણ અનેક મુશ્કેલી પડી શકે છે.આથી આવી સમયસૂચકતા જરુરી છે.
હવે માણો જોડીયાઓ ની થોડી હળવી પળૉ... આ વિડીયો માં...
વધુ આવતી પોસ્ટે આપનો પ્રતિભાવ મોકલશો.....
Wednesday, June 10, 2009
Saturday, June 6, 2009
ભણવાની ઋતુ આવી...
પરીક્ષાઓના પરિણામ આવે છે ત્યારે આજે મારા મિત્ર સંગીતકાર મેહુલ સુરતી નું મેં ગોઠવેલ વિડીયો સંયોજન આપના આનંદ માટે મુકુ છુ. ગુજરાત ના એ.આર.રહેમાન બનવાની ક્ષમતા મેહુલભાઈ માં છે અને તેમને સાથ મળે છે સાહિત્યના ધુરંધરો ડૉ.મુકુલ ચોકસી અને ડો.રઈશ મનીયાર નો અને અમન લેખડીયા જેવા ગાયકનો અને ગુજરાતી સંગીત ક્ષેત્રે અમુલ્ય સર્જનો સર્જાઈ રહ્યા છે. મેહુલ ની પોતાની વેબસાઈટ - mehulsurti.com પર પણ જવા જેવું છે. સુરત ખાતે મળવા જેવા આ સર્જક ને ટહુકો.કોમ પર પણ માણી શકાય છે.
Subscribe to:
Posts (Atom)