આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)
બ્લોગ પર અત્યાર સુધી પ્રદર્શિત
સુસ્વાગતમ્...
આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.
આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.
Showing posts with label gujarati. Show all posts
Showing posts with label gujarati. Show all posts
Thursday, October 2, 2014
વાત એક ચકા અને ચકીની ....
આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)
Monday, December 28, 2009
મમ્મીની મલકાતી દુનિયા...!
73 વર્ષની વયે નાની પુત્રી એ પિંછી પકડાવી અને બાએ ચિત્રોમાં રંગ પૂર્યા અને એક નવુ ક્ષિતિજ ખૂલી ગયુ .!! પણ કેનવાસની દુનિયામાંથી એક દિન અચાનક ઘરના નકામા ગાભા –ચિંથરા અને વેસ્ટ મટીરીયલ નો ઉપયોગ કરી તેમણે એક ઢિંગલી બનાવી. બસ બાને એક નવા શોખની બારી ખુલી અને એમના કલ્પનાશીલ મનને જાણે કે પાંખો આવી બસ પછી તો બાને ઉઠતા-બેસતા ખાતા-પીતા પોતાની નવી ઢિંગલી ના જ વિચારો આવે. આઈસ્ક્રીમની સ્ટીકમાં એમને ઢિંગલીની છત્રી દેખાય તો થર્મોકોલના નાના મણકામાંથી ફુગ્ગાવાળાની ઢિંગલીના ફૂગ્ગા બનાવવાનુ સૂજી આવે ...! અને સર્જાઈ એક અનોખી શ્રેણી
જેમાં લોકસાહિત્યના પાત્રો થી લઈ મોર્ડન વિદેશી ફેશન શોની થીમ પણ હતી. મહાભારતના પાત્રો હોય કે લીયોનર્ડો ના ચિત્રોના અમર પાત્રો બાએ એને એટલીજ સાહજીકતા થી ન્યાય આપ્યો છે. એમના સ્ત્રી પાત્રોમાં કૃષ્ણભક્ત રાધા – અરેબીયન નાઈટસ્ની મોર્જીના –વાસણવાળી – સીંડ્રેલા- બાર્બી – ખેડુત સ્રી – નર્સ – રાસ રમતી ગોવાલણ – ચાઈનીઝ સ્ત્રી – પ્રેમમાં પડેલી છોકરી – સ્વેટર ગૂંથતી માતા જેવુ વૈવિધ્ય છે તો પુરુષ પાત્રો માં નાળિયેર વાળો –ચોકીદાર – ફરસા સાથે પરશુરામ – નારદજી – સાપ રમાડતો મદારી - જીવરામ જોષીના પાત્રો છકો મકો – નેતા વિ. છે. કુલ 200 થી વધુ આ ઢિંગલીઓમાં ઉડીને આંખે વળગે તેવી વાત છે બાની ચીવટતા અને પાત્રને લગતી નાનામાં નાની વસ્તુનુ ઝીણવટ ભર્યુ સર્જન. ઘણી ઢિંગલીઓમાં વિવિધ ભાવોનુ સર્જન કરવા એમણે લગાવેલ ‘ આઈડીયા’ પણ કમાલ છે ...!
આ બાનુ નામ છે શ્રીમતી માલવિકા બેન આર શાહ. એમણે અંગ્રેજી વિષય સાથે બી.એ.બીએડ કરેલુ છે . માલવિકાબેનની કલા યાત્રા નિહાળવાનો અને વાર્તાલાપનો સુંદર મોકો હાલ યોજાયેલા તેમના પ્રદર્શન – મમ્મીની મલકાતી દુનિયા દરમ્યાન મળ્યો . આશા રાખુ કે આપ સૌને પણ આ કલારસિક અને સર્જક બાનો પરીચય મળે ...!
બાનુ સરનામુ -
શ્રીમતી માલવિકા બેન આર શાહ
34 –રાજસુયા બંગ્લોઝ, રામદેવનગર, અમદાવાદ -15. (ગુજરાત )
- By : Dr. Maulik Shah for matrutvanikediae.blogspot.com
Labels:
dolls,
dolls exhibition,
Dr.Maulik Shah,
gujarati,
malvika shah,
maulikdr
Sunday, June 28, 2009
નવજાત શિશુ નિષ્ણાતનુ કુરુક્ષેત્ર..(neonatal advanced life support)
નવજાત શિશુનો જન્મ થતા ચાલુ થાય છે એક અનોખી લડાઈ હાજર બાળરોગ નિષ્ણાતની પણ! શિશુની જીંદગીનો આધાર છે પહેલી પાંચ મિનિટમાં શ્વાસોચ્છવાસ ચાલુ કરવા પર! અને સમયની સોય પર આ માટે શિશુને જરુરી સહાય આપવાનુ કામ છે બાળરોગ નિષ્ણાતનુ! મોટા ભાગે લેબર-રુમમા ખેલાતો આ જંગ લોકોની જાણ થી અજાણ રહે છે. તો પ્રસ્તુત છે તેનાપર નું મારુ આલેખન ....Wednesday, June 24, 2009
“ખરચુ “….!
અમે બાળરોગ વિભાગમાં રેસીડેન્ટ તરીકે કાર્ય કરતા ત્યારની આ વાત છે. રેસીડેન્ટ ડોકટર તરીકે અમારે મોટા સાહેબ રાઉન્ડ લેવા-દર્દી તપાસવા આવે તે પહેલા બધા દર્દીને તેમની બિમારી વિશેની વિગત અને તેનુ શારીરીક અવલોકન કરી ને જે તે દિવસ માટે જરુરી દવા આપવા અંગે નોંધ કરવાની હોય છે.
અમારી હોસ્પીટલ સૌરાષ્ટ્રની સૌથી મોટી હોસ્પીટલ એટલે દર્દીનો ધસારો ખૂબ રહે. ગામડાથી લઈને શહેરના રહેણી કરણી અને ભાષા માં અનેક પ્રકારની વિવિધતા વાળા આ બધા દર્દીઓ સાથે વાર્તાલાપ કરવાનો આવે. ગુજરાતી ભાષાના પણ વિવિધ પ્રકાર હોઈ શકે તે ત્યારે જ સમજાય અને દરેક દર્દીની રજૂઆત પણ અલગ હોય કંઈક અંશે આપણા બ્લોગજગત જેવુ.!
અમારા માટે પણ ડોક્ટરી સાથે આ માનવ સંવાદની કલા શીખવાનો પ્રથમ અનુભવ પણ મજા પડતી. અમારા ફર્સ્ટ યર રેસીડેન્ટો માં પણ વિવિધતા! પુષ્કર શ્રીવાસ્તવ નામનો મિત્ર મૂળ બિહારી અને ગુજરાતી ભાષા ગુજરાતમાં આવીને શીખેલો પણ સ્વભાવે પરગજૂ અને મગજે આઈન્સટાઈન ને પાછો પાડી દે તેવો.! હિન્દી મિશ્રીત ગુજરાતીથી મોટા ભાગના દર્દીમાં કામ ચલાવી લે.! મોટે ભાગે શરુઆતી દોરમાં ઘણી વખત દર્દીની સાથે વાતચીતમાં ઘણી વાર અમારી કે કોઈ અન્યની અનુવાદક તરીકે સેવા લઈ ને દર્દીને તપાસી લે. સાંજ પડયે તેની ડાયરીમાં નવા ગુજરાતી શબ્દો નોંધાયેલા હોય જેનો અમારે અર્થ સમજાવવાનો દા.ત. શિરામણ-રોંઢે- આથમણે વિ. જેવા તળપદી શબ્દો.! સદભાગ્યે એક અન્ય રેસીડેન્ટ મિત્ર આશિષ પટેલ અને ગામડાનો એટલે આવા શબ્દોનો વિસ્તૃતાર્થ પુષ્કરને મળી રહે.!
આવા સમયે એક નાના બાળકને અમારા વોર્ડમાં ન્યુમોનિયા માટે દાખલ કરેલુ. કેસ કઢાવીને બાળકના પિતા ગામડે કંઈ સગવડતા કરવા ચાલ્યા ગયા બાળક સાથે એક મોટી ઉંમરના દાદીમા રહેલા. આ દાદીમા અંદાજે 75 વર્ષના હશે ભણ્યા નહી હોય પણ ગણેલા ઘણુ એટલે બાળકની દવા વિ. નો ખૂબ ખ્યાલ રાખે અને બધી સૂચનાનો સુંદર અમલ કરે. આ બાળક શરુઆત ના બે દિવસ આશિષે જોયેલુ અને બાળક સારુ થઈ રહ્યુ હતુ. પણ આજે ત્રીજા દિવસે આશિષ અન્ય કામમાં હોઈને આ શિશુને જોવાનુ કામ પુષ્કરને આવ્યુ.
પુષ્કરે સામાન્ય પણે રોજ પૂછાતા સવાલોથી શરુઆત કરી અને તપાસ કાર્ય પૂર્ણ કર્યુ. રોજીંદા ક્રમ પ્રમાણે અમારા સાહેબનો રાઉન્ડ આવ્યો અને પેલા દાદીમાએ સાહેબને આજે ને આજે જ રજા કરી દેવાની વિનંતી કરી. સાહેબે સમજાવ્યુ કે સારવાર અધૂરી મૂકીને ન જવાય જો કોઈ તક્લીફ હોય તો કહો . પણ દાદીમા ટસ ના મસ ના થાય્! એક સમજુ વ્યક્તિની જેમ વોર્ડમાં રહેલા આ વડીલ આમ કેમ કહી રહ્યા હતા તેનુ રહ્સ્ય શોધવાનું કામ મને અને આશિષને સોંપવામાં આવ્યુ. સાહેબ ના ગયા પછી અમે બંને દાદીમાની પાસે ગયા અને ધીરે-ધીરે દાદીમાના મન સુધી પહોંચી અમે તેમના આ નિર્ણયનું કારણ જાણ્યુ તો ખરેખર બે દિવસ સુધી હસી- હસીને પેટ દુ:ખી ગયુ!!
વાત જાણે એમ બની કે દાદીમાનું શિશુ એક દિવસથી સંડાસ ગયુ ન હતુ. તેમના માટે આ ડૉકટર ને જાણ કરી કંઈ કરવા યોગ્ય ઘટના હતી. પુષ્કર જયારે સવારે તપાસ અર્થે ગયો ત્યારે દાદીમાએ આ વાત કરી કે “દાકતર સાહેબ છોરા એ આજે “ખરચુ “ (ગામડાની તળપદી ગુજરાતીમાં મળૉત્સર્જન કે સંડાસ જવાને – ‘ ખરચુ’ કહેવાય છે.) નથી કર્યુ !”. પુષ્કર હંમેશા દર્દીને મદદ કરવા તત્પર જીવ અને આ સાંભળી તેને થયુ દાદીમા ખોટા મુંઝાય છે!. એટલે એ કહે “મા ! આપ સરકારી હોસ્પીટલ માં છો અને અહિં મહિનો રહેશો તો પણ “ખરચો” નહી થાય જરાયે મુંઝાશો નહિ !! બસ દાદીમાને ફડક પેસી ગઈ ! આવી હોસ્પીટલ માં થોડુ રહેવાય જયાં છોકરાને મહિનો રાખી તો ય ‘ખરચુ’ ન થાય !!
અમે પુષ્કર અને દાદીને આ ભાષાકીય ભૂલ સમજાવી અને તે પણ હસી પડયા.! અમારો આ આઈનસ્ટાઈન પુષ્કર આજે યુનિવર્સિટી ઓફ આઈઓવા (Iowa), અમેરીકા માં બાળરોગ નિષ્ણાત તરીકે ફરજ બજાવે છે અને આજે પણ દરેક દાદીમાને પ્રેમથી સમજાવે છે !!

daadimaa,
gujarati,
gujarati blog,
hilarious event,
humour,
kharachu,
Newborn baby,
old lady,
pushkar,
true story
Saturday, June 13, 2009
ગર્ભવિકાસ ના ક્રમિક પગથિયા...
દરેક માતાને પોતાના ગર્ભમાં શિશુ કેવી રીતે વિકસતુ હોય છે તે જાણવાનો ખૂબ ઉત્સાહ હોય છે. તો પ્રસ્તુત છે આ વિડીયો જે ગર્ભ વિકાસ ના ક્રમિક પગથિયા દર્શાવે છે.
Labels:
fetal growth,
fetus,
gujarati,
gujarati blog,
human reproduction
Thursday, June 11, 2009
Wednesday, June 10, 2009
Tuesday, June 9, 2009
કુદરતની છે કમાલ...
મિત્રો નવજાત શિશુ વિશે કેટલીક વાતો ખરેખર વિસ્મયકારક છે. આજે એવી જ એક વાત કરવી છે. જે જોડાયેલી છે શિશુની દ્ર્ષ્ટિ સાથે.!સામાન્ય રીતે ગર્ભાવસ્થા દરમ્યાન દ્રષ્ટિનો ખાસ ઉપયોગ નથી હોતો કારણકે માતાના પેટ વાટે શિશુને ગર્ભમાં પહોંચતો પ્રકાશ ખૂબ મંદ અને ઓછી તીવ્રતા વાળો હોય છે. કદાચ એટલે જ શિશુની આંખ શરુઆતી સમયમાં પ્રકાશ પ્રત્યે અત્યંત સંવેદનશીલ હોય છે. નવજાત શિશુઓ સામાન્ય પ્રકાશમાં પોતાની આંખો સતત બીડેલી રાખે છે અને ક્યારેક જ ખોલે છે. જો શિશુની આંખ આડો હાથ કે અન્ય વસ્તુ રાખવામાં આવેતો પ્રકાશની તીવ્રતા ઘટી જતા જ શિશુ આંખ ખોલે છે. સમય જતા શિશુઓ આંખ ખોલી આજુબાજુ નું નિરીક્ષણ કરતા હોય તેવુ લાગે છે. પરંતુ હકીકતે નવજાતશિશુઓ માત્ર 12 ઈંચ થી વધુ દૂરનું જોવા અક્ષમ હોય છે. આમ બનવાનું મુખ્ય કારણ આંખની સંરચના હોય છે કે જેમાં લેન્સ દ્વારા રેટીના પર પ્રતિબીંબ ઝીલવાની ક્ષમતા માત્ર નજીકની વસ્તુઓ પૂરતી સીમિત હોય છે. કુદરત નો આ 12 ઈંચનો ફંડા સમજવા વૈજ્ઞાનિકો ઘણુ મંથન કર્યુ- શા માટે 12 ઈંચ દૂર નું જ જોવાની શક્તિ મનુષ્યના શિશુને મળી તે વિષયે કોઈ એક મત પર ન આવી શક્યા અંતે તાર્કિક વાત જે બાબતે મોટા નવજાત શિશુ વિજ્ઞાની એકમત થાય છે તે છે –માતાના સ્તન અને ચહેરા વચ્ચેનુ અંતર લગભગ 12 ઈંચ જેટલુ હોય છે. મતલબ કે શિશુને જાણે કુદરતે માતાના ચહેરાને ઓળખવાની ક્ષમતા આપી છે. આમ પણ દુનિયામાં જીવન જીવવાની તમામ જરુરીયાતો સંતોષવા શિશુએ એ એક જ ચહેરાને ઓળખવાની જરુર છે..! છે ને કુદરતની કમાલ !
Sunday, May 17, 2009
planning and homework required....!
TO VIEW LARGER HTML VERSION PLEASE CLICK ON THE ARTICLE.
જુઑ બાળક આવતા પહેલા કરવાની તૈયારી વિશે વિડીયો
જુઑ બાળક આવતા પહેલા કરવાની તૈયારી વિશે વિડીયો
Subscribe to:
Posts (Atom)