સુસ્વાગતમ્...

આવતીકાલના શિશુને સમર્પિત આ બ્લોગમાં આપનું સ્વાગત છે. અહીં પ્રસ્તુત લેખો મેં સંપાદિત કે રચિત મેડીકલ-વૈજ્ઞાનિક માહિતી છે.આ માહિતી સંપૂર્ણપણે તટસ્થ અને કોઈપણ જાતના વ્યાપારિક હિતોથી પર છે. બ્લોગ દ્વારા વિશ્વભરના ગુજરાતી ભાષા જાણતા માતા-પિતાને વૈજ્ઞાનિક જ્ઞાન પીરસી મદદરુપ થવાની આશા છે.
આપના પ્રતિભાવો આપવા નમ્ર વિનંતી છે.

આ બ્લોગ internet explorer ની મદદથી વધુ સરસ રીતે જોઈ શકાય છે.


Showing posts with label immunisation guidance. Show all posts
Showing posts with label immunisation guidance. Show all posts

Wednesday, November 24, 2010

મોટી ઉધરસ (પર્ટયુસીસ) ફરી માથુ ઉંચકી રહ્યો છે. ...


કેટી અને ક્રેગ બંને ખૂબ ખુશ હતા કે ઈશ્વરની મહેરબાનીથી આજે તેમના ઘેર શિશુનું આગમન થયુ હતુ. આ ખુશી કદાચ અન્ય ખુશીની સરખામણીએ ચાર ગણી હતી કારણકે ચાર વખત કસુવાવડ પછી કેટીએ પ્રથમ વખત સંપૂર્ણ ગર્ભાવસ્થા પૂરી કરી અને એક સ્વસ્થ શિશુને જન્મ આપ્યો હતો. આ નાના શિશુને નામ અપાયુ કેલી ...! કેલીની કિલકારીઓ આ ઘર ને ફરી ગુંજાવી રહી હતી. આ શિશુનું આગમન ફરી એક વાર ઘરને ઘર બનાવી રહ્યુ હતુ.

35 દિવસ સુધી કેટી ને કોઈજ તકલીફ ન હતી. પછી એક દિવસ કેલીને મામૂલી ખાંસી થઈ હોય તેવુ લાગ્યુ. ક્રેગ અને કેટી તાત્કાલિક તેને ડોક્ટર પાસે લઈ ગયા. ડોક્ટરે તપાસીને કહ્યુકે આ માત્ર સામાન્ય શરદી જેવુ છે. અને કેલી પણ એ વખતે મજાથી રમતી લાગતી હતી. પણ ઉધરસની તકલીફ ચાલુ રહી અને તે પછી કેટલાક દિવસો ગયા. કેલી ને ફરી ડોક્ટરને દેખાડવા લઈ જવાના દિવસે અચાનક ખાંસી ખૂબ વધી અને કેટી અને ક્રેગ કેલીને લઈ ને હોસ્પીટલ દોડી ગયા. કેલીને શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી. અને હોસ્પીટલમાં વધુ સારવાર થાય તે પહેલા કેલીનો શ્વાસ થંભી ગયો.

કેલીની મેડીકલ તપાસ દ્વારા જાણવા મળ્યુ કે કેલીને મોટી ઉધરસ(pertussis)નો રોગ લાગુ પડ્યો હતો. આ રોગ સામાન્ય રીતે પર્ટુયુસીસ નો રોગ બોર્ટાડેલ પર્ટ્યુસીસ નામક બેક્ટેરીયા થી થાય છે. આ રોગના બેક્ટેરીયા મુખ્યત્વે હવા દ્વારા ચેપગ્રસ્ત મનુષ્યના સંસર્ગમાં આવતા તંદુરસ્ત મનુષ્ય માં ફેલાય છે. બાળકોમાં આરોગ સામાન્ય રીતે 3(ત્રણ)માસથી લઈને 5 (પાંચ) વર્ષ સુધી જોવા મળે છે. પરંતુ હમણા આ રોગના કેટલાક કેસો 10 વર્ષથી મોટામાં પણ જોવા મળે છે. આ રોગમાં પ્રારંભિક લક્ષણોમાં શરદી –સળેખમ અને હળવો તાવ હોય છે. આ સાથે ખાંસી શરુ થાય છે જે ધીમે ધીમે વધતી જાય છે. આ ખાંસી સામાન્ય રીતે કંઈ પણ ખાવાની સાથે કે રમતમાં ઝડપથી શ્વાસ લેવા સાથે પણ શરુ થઈ જાય છે અને પછી ખૂબ લાંબો સમય સુધી બાળક ખાંસતુ રહે છે તેનો ચહેરો લાલઘુમ થઈ જાય છે અને તેને શ્વાસમાં તકલીફ પણ પડે છે. મોટાભાગના કિસ્સામાં બાળક ખાંસતા ખાંસતા એક ખાસ પ્રકારનો ઉંડો શ્વાસ લે છે જે આ રોગનુ ખાસ લક્ષણ છે તેને અંગ્રેજી માં વ્હુપ (whoop) કહેવાય છે આથી આ રોગને અંગ્રેજીમાં વ્હુપીંગ કફ (whooping cough)તરીકે ઓળખાય છે. આ રોગમાં ખાંસીની તકલીફ લાંબો સમય ચાલતી હોવાથી તેને ગુજરાતીમાં મોટી ઉધરસ તરીકે ઓળખાય છે. જો બાળક નાની વયનુ હોય અને રોગની ગંભીરતા વધુ હોય તો ઘણી વાર દાખલ પણ કરવુ પડે કારણકે રોગની અન્ય તકલીફો જેવીકે ન્યુમોનીયા- મગજમાં સોજો – મગજમાં લોહીની ગાંઠ થવી – નિર્જલન વિ. શિશુ માટે જાનલેવા સાબીત થતુ હોય છે.

આ રોગ કેલીને ખૂબ નાની ઉંમરે થયો અને આ જ કારણે તે જાનલેવા સાબીત થયો. 1940 માં આ રોગ સામેનું અસરકારક રસીકરણ ડી.પી.ટી. ની રસી રુપે આવ્યા પછી મોટી ઉધરસના કેસમાં ખૂબ ઘટાડો જોવા મળેલ હતો અને આ પછી આવા કેસ ભાગ્યેજ જોવા મળતા હતા. અમેરીકામાં 2009ની સાલમાં મોટી ઉધરસના 17000 કેસ જોવા મળેલા. આમ ફરી એક વાર આ રોગના કેસ વધી રહેલા જોવા મળે છે. મોટાભાગના આ કેસ 10 થી 18 વર્ષના બાળકો અને વયસ્કોમાં જોવા મળેલા. આ ઉંમર ના બાળકોને મોટાભાગે સામાન્ય બિમારી અને થોડા દિવસની ખાંસી થી વધુ તકલીફ નથી જોવા મળતી. પરંતુ તેમનાથી જો છ માસથી નાના બાળકોને જો આ રોગનો ચેપ લાગે તો તે ઘણો ગંભીર બની શકે.

ભારતમાં આ માટેનું રસીકરણ DPT (ત્રિગુણી ) દોઢ માસે – અઢી માસે – સાડા ત્રણ માસે અને બુસ્ટર - દોઢ વર્ષ અને પાંચ વર્ષ ઉંમરે અપાય છે. પરંતુ હવે 10-18 વર્ષના બાળકોને પણ પર્ટ્યુસીસનું રસીકરણ આપવાની ભલામણ કરાઈ છે. દસ વર્ષે અને પંદર વર્ષે જ્યારે અગાઉ માત્ર ટીટેનસ (ધનુરની રસી) (T.T) વપરાતી ત્યાં હવે માત્ર ધનુરને બદલે ડીપ્થેરીયા અને પર્ટ્યુસીસ ની રસી પણ જરુરી છે તેવી ભલામણ વિવિધ વૈજ્ઞાનિક સંસ્થાઓ એ કરી છે. આ રસીઓ માં ડીપ્થેરીયા અને પર્ટુય્સીસના ભાગોનુ પ્રમાણ બાળકો માટેની ડી.પીટી (D.T.wP) થી ઘણુ ઓછુ હોય છે જ્યારે ટીટેનસ ના ભાગનુ પ્રમાણ મૂળ રસી જેટલુ જ હોય છે. આવી રસી ટીડી.એપી (Tdap)રસી તરીકે ઓળખાય છે. ઈન્ડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા હાલ આ રસી બાળકના માતા-પિતાની સાથે ચર્ચા કરીને 10 થી 12 વર્ષની ઉંમરે અપાવવાની ભલામણ કરાઈ છે. આ બાળકોને થતા રોગના કેસ ઘટે તો કદાચ અન્ય નાની વયના શિશુને પણ ચેપ લાગવાની સંભાવના ઘટે.

તસ્વીર સૌજન્ય - http://abcnews.go.com



આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Thursday, May 13, 2010

રસીકરણ (vaccination) શા માટે ??



ગુજરાતી ભાષામાં કહેવત છે કે ‘ આગ લાગે ત્યારે કુવો ખોદવા ન બેસાય! ’ – એટલે કે જ્યારે મુસીબત આવી પડે ત્યાર પછીના પ્રયત્નો નિરર્થક હોય છે પણ જો આગમચેતીથી આવનારી મુસીબત માટે તૈયારી કરીને રાખવામાં આવે તો તેને અટકાવી શકાય છે. બિમારી કે રોગ નુ પણ એવુજ છે. કેટલાક રોગ થયા પછી તેની સારવાર ખૂબ અઘરી અને ઘણી વાર અશક્ય હોય છે અને અંતે દર્દી માટે જીવલેણ નીવડે છે. પણ આવા ઘણા રોગને અટકાવવા નો અસરકારક ઉપાય છે – રસીકરણ . રસીકરણ દ્વારા ખૂબ ઘાતક અને ગંભીર પ્રકારના રોગ પણ રોક લગાવી શકાય છે. દા.ત. ડીપ્થેરીયા રોગ જો થાય તો શિશુ માટે પ્રાણ ઘાતક નીવડી શકે છે પણ રસીકરણ થી તેને ચોક્કસ અટકાવી શકાય છે.


અમુક રોગ કદાચ પ્રમાણ માં ઓછા ઘાતક છે અને દર્દીનુ મૃત્યુ ન પણ થાય પણ તેની આડ અસરો અને બિમારીના સમય દરમ્યાન બિન કાર્યક્ષમ રહેવાથી થતુ નુકશાન ઘણુ મોટુ હોય છે . દા.ત. ઓરીનો રોગ કદાચ સીધી રીતે શિશુને પ્રાણ ઘાતક ન પણ બને પણ તેના કારણે થતી અન્ય તકલીફો જેવી કે ન્યુમોનિયા કે લાંબા સમય ચાલતા ઝાડાની બિમારીથી શિશુને ઘણુ નુકશાન થાય છે તેનો વિકાસ અટકી જાય છે. જ્યારે અછબડા જેવી બિમારી સામાન્ય રીતે જાન્યુઆરી થી એપ્રીલ માસમાં થતી હોય છે જે સમય દરમ્યાન શાળા કોલેજોમાં પરીક્ષાઓનો હોય છે અને તે દરમ્યાન એકાદ અઠવાડીયાની માંદગી બાળકને અભ્યાસમાં પાછળ કરી શકે છે. વળી અછબડામાં રહી જતા ચહેરા પરના ડાઘ કયારેક સૌદર્ય પ્રત્યે વધુ સભાન બાળકમાં(ખાસ કરી ને કિશોરીઓમાં) લઘુતાગ્રંથિ પણ લાવી શકે છે. આમ રસીઓ માત્ર જીવ બચાવવા માટે જ નહી પણ સંપૂર્ણ સ્વસ્થ જીવન જીવવા પણ જરુરી છે.

ઘણા રોગ અને બિમારીની હોસ્પીટલોમાં સારવાર શક્ય છે અને કદાચ આડરસરો માંથી પણ બચી શકાય પણ સરવાળે જો હિસાબ માંડવામાં આવે તો થતુ આર્થિક નુકસાન અને સમય નો વ્યય હંમેશા રસીકરણની કિંમત થી ઓછો જ હોય છે.

રસીકરણ માત્ર આપના બાળકને જ રક્ષણ નથી આપતુ એ સમાજને પણ ઉપયોગી થાય છે . કેટલાક બાળકો કે જે કદાચ આપના બાળકની સાથે સ્કૂલમાં ભણતા હશે કે ઘરની નજીક સાથે રમતા હશે કે જે પોતે રસીકરણ લેવા છતા પણ જરુરી રોગ પ્રતિકારક શક્તિ પેદા નહી કરી શકતા હોય કે ઓછી રોગ પ્રતિકારક શક્તિ પેદા કરતા હશે એમના માટે પણ આપના બાળકને રોગ ન થાય તે આશીર્વાદ રુપ બની શકશે.

જો બાળકો ઓછા માંદા પડે તો આરોગ્ય લક્ષી સેવાઓ નો ખર્ચ ઘટે છે. માતા-પિતા પોતાનુ કાર્ય સંભાળી શકે છે જેથી એમની સેવાઓ જેતે ક્ષેત્રમાં સતત પ્રાપ્ય રહે છે. આમ રસીકરણ દ્વારા રોગ અટકાવવાથી એક તંદુરસ્ત સમાજ અને કાર્યક્ષમ રાષ્ટ્રનુ નિર્માણ થાય છે.આથી દેશ ના વિકાસમાં આપ સીધો સહયોગ કરો છો. આ પણ એક પ્રકારે દેશ સેવા જ ગણી શકાય છે.

રસીકરણ દ્વારા અનેક રોગોની નાબૂદી શક્ય છે. દા.ત. શીતળાનો રોગ આપણે નાબૂદ કર્યો છે અને હવે તેનુ રસીકરણ જરુરી નથી. આમ જો યોગ્ય રસીકરણ કાર્યક્રમો અને વિવિધ ઝુંબેશ ચાલુ રહેશે તો બીજા અનેક રોગ માંથી આવનારી પેઢીને મુક્તિ મળી જશે. આવી જ એક મોટી ઝુંબેશ ભારતમાં આપણે પોલિયો નાબૂદી માટે ચાલુ છે.











આપનો પ્રત્યુત્તર કોમેન્ટ સ્વરુપે ચોક્કસ આપશો. - ડો.મૌલિક શાહ એસોસિયેટ પ્રોફેસર ઓફ પિડીયાટ્રીક્સ એમ.પી.શાહ મેડીકલ કોલેજ જામનગર (ગુજરાત)

Friday, April 2, 2010

IAP-IMMUNIZATION SCHEDULE (2009-2010)



ઈન્ડીયન એકાડમી ઓફ પિડીયાટ્રીક્સ દ્વારા સૂચિત ભારતીય બાળકો માટેનુ રસીકરણ પત્રક

ઉમર

રસીનુ નામ

કયા રોગ થી બચાવશે

જન્મથી 7 દિવસ

બી.સી.જી.

ટી.બી.(ક્ષય)

ઓ.પી.વી. (પોલિયોના ટીપા)

પોલિયો

દોઢ માસ (1½ માસ )

ડી.પી.ટી. (ત્રિગુણી)

ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ)
પર્ટુસીસ (મોટી ઉધરસ)
ટીટેનસ (ધનુર) 

ઓ.પી.વી. (પોલિયોના ટીપા)

પોલિયો

હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)

હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)

એચ ઈંફ્લુએંઝા-બી

એચ ઈંફ્લુએંઝા-બી સંક્રમણ

પોલીયો ઈન્જેક્શન

પોલિયો

અઢી માસ (2½ માસ )

ડી.પી.ટી. (ત્રિગુણી)

ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ)
પર્ટુસીસ (મોટી ઉધરસ)
ટીટેનસ (ધનુર) 

ઓ.પી.વી. (પોલિયોના ટીપા)

પોલિયો

એચ ઈંફ્લુએંઝા-બી

એચ ઈંફ્લુએંઝા-બી સંક્રમણ

પોલીયો ઈન્જેક્શન

પોલિયો

સાડા ત્રણ માસ(3½માસ)

ડી.પી.ટી. (ત્રિગુણી)

ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ)
પર્ટુસીસ (મોટી ઉધરસ)
ટીટેનસ (ધનુર) 

ઓ.પી.વી. (પોલિયોના ટીપા)

પોલિયો

હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)*

હીપેટાઈટીસ- બી (ઝેરી કમળો)

એચ ઈંફ્લુએંઝા-બી

એચ ઈંફ્લુએંઝા-બી સંક્રમણ

પોલીયો ઈન્જેક્શન

પોલિયો

નવ માસ

ઓરી

ઓરી

પંદર માસ (15 માસ )

એમ.એમ.આર.

મીઝલ્સ (ઓરી)
મમ્પસ (ગાલ પચોળિયુ )
રુબેલા (નૂર બીબી)

અઢાર માસ (1½ વર્ષ)

ડી.પી.ટી. (ત્રિગુણી)

ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ)
પર્ટુસીસ (મોટી ઉધરસ)
ટીટેનસ (ધનુર) 


ઓ.પી.વી. (પોલિયોના ટીપા)

પોલિયો

પોલીયો ઈન્જેક્શન

પોલિયો

એચ ઈંફ્લુએંઝા-બી

એચ ઈંફ્લુએંઝા-બી સંક્રમણ

બે વર્ષ (2 વર્ષ)

ટાઈફોઈડ

ટાઈફોઈડ

પાંચ વર્ષ (5 વર્ષ)

ડી.પી.ટી. (ત્રિગુણી)

ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ)
પર્ટુસીસ (મોટી ઉધરસ)
ટીટેનસ (ધનુર) 

ઓ.પી.વી. (પોલિયોના ટીપા)

પોલિયો

એમ.એમ.આર.

ઉપર મુજબ

દસ વર્ષ (10 વર્ષ)

ડી.ટી.એપી / ડી.ટી.

ડીપ્થેરીયા (ગલ્ઘોંટુ)
પર્ટુસીસ (મોટી ઉધરસ)
ટીટેનસ (ધનુર) 

દસ વર્ષ બાદ (કિશોરીઓને)

એચ.પી.વી.

સર્વાઈકલ કેન્સર

વૈકલ્પિક રસીઓ - માતા પિતા સાથે ચર્ચા કર્યા પછી પસંદગીના આધારે

દોઢ-અઢી-સાડા ત્રણ માસ

ન્યુમોકોકલ (પી.સી.વી. 7)

ન્યુમોનિયા

દોઢ- ત્રણ માસ

રોટા વાઈરસ

રોટા વાઈરસ - ઝાડા

પંદર (15) માસ પછી  

વેરીસેલા (ચિકનપોક્ષ )

અછબડા

અઢાર (20) માસ પછી  

હીપેટાઈટીસ - એ

સાદો કમળો
* હીપેટાઈટીસ-બી ત્રીજો ડોઝ છ માસ ની ઉંમરે પણ આપી શકાય .

- આપના બાળકની જરુરીયાત અનુસાર આ પત્રકમાં જરુરી બદલાવ શક્ય છે આ માટે આપના પિડીયાટ્રીશ્યન સાથે સંપર્ક કરવો.

આ ટેબલની પી.ડી.એફ ફાઈલ ડાઉનલોડ કરો.અને આપના ઉપયોગમાં લઈ શકશો.

Wednesday, January 6, 2010

બાળ રસીકરણ વિષે માતા પિતાએ જાણવા લાયક સામાન્ય વાતો

to see enlarged HTML Format please click on the image.
વધુ મોટુ વાંચવા માટે ચિત્ર પર ક્લિક કરો.